<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ઘંટેશ્વર-વર્ધમાનનગરમાં પાણી પ્રશ્ન ભુતકાળ બનશે

૧૯.રપ લાખના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન કામનું ખાતમુહુર્ત

રાજકોટ, તા., ૧૦: શહેરના વોર્ડ નં.૧માં આવેલ ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્‍તારની વી-૮૮ સોસાયટીમાં રૂ.૧૯.૨૫ લાખના ખર્ચે જન ભાગીદારી યોજના હેઠળ ડી.આઈ.પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત મેયર નયનાબેન પેઢડીયાના ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું.                    

શહેરના વોર્ડ નં.૧માં આવેલ ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્‍તારની વી-૮૮ સોસાયટીમાં રૂ.૧૯.૨૫ લાખના ખર્ચે જન ભાગીદારી યોજના હેઠળ ડી.આઈ. પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત મેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું.                                                

આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, દંડક મનીષભાઈ રાડિયા, મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, વોર્ડ પ્રભારી કાથડભાઈ ડાંગર, વોર્ડપ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરું, મહામંત્રી રાણાભાઇ ગોજિયા, કોર્પોરેટર ડો.અલ્‍પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, બક્ષીપંચ પ્રમુખ લલિતભાઈ, જયદીપસિંહ, ગૌરવભાઈ મહેતા, સેજલબેન ચૌધરી તથા સોસાયટીના લતાવાસી ઉપસ્‍થિત રહેલ.

આ કામે ૧૫૦ તથા ૧૦૦ એમ.એમ.ડાયા.ની ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું કામ  થવાથી વોર્ડ નં.૧માં સમાવિષ્ટ ઘંટેશ્વર-વર્ધમાનનગર લાગુ વી-૮૮ સોસાયટી વિસ્‍તારના આશરે ૪૫૦ લોકોને ફાયદો થશે. 

(3:12 PM IST)