<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

વિધાનસભા-૭૦/૭૧ ના શકિતકેન્દ્રો પર સત્યાપન બેઠક

આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહની કેન્દ્ર સંયોજકો સાથે સંગઠનલક્ષી ચર્ચા

રાજકોટ: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં ઍન.ડી.ઍ. સરકાર તેમજ ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર દેશના તથા રાજયના વિકાસ કામો અવિરત ચાલું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ ‘ભારત ઍટ ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પક્ષના સંગઠનને મજબુત કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સંગઠનપર્વની કામગીરી થઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભાના શકિતકેન્દ્રોના સંયોજકો સાથે પ્રદેશ અગ્રણી, આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં વિધાનસભા-૭૦ની સત્યાપન બેઠકો યોજવામાં આવી હતી. તેમજ વિધાનસભા-૭૧ ના સત્યાપન બેઠકો શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કાર્યક્રમના પ્રબંધક અને સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વિધાનસભામાં આવતા વોર્ડના પ્રમુખો સહિત તમામ શકિતકેન્દ્રના સંયોજકો તેમજ વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. (૧૬.૫)

(4:10 PM IST)