<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

લવમેરેજ કરનારી હેમાંગી માંડવીયાને લગ્નના દસ જ મહિનામાં ત્રાસ શરૂ થયો

પતિ, સાસરિયાના મેણા ટોણાથી પેનિક એટેક આવી ગયોઃ ગાંડી છો, વળગાળ છે કહી મારકુટ થતી હોવાની હાલ માધાપર રહેતી પરિણીતાની મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૨: સાસરિયાના ત્રાસનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. હાલ માધાપર ગામ ઇશ્વરી પાર્ક-૭માં રહેતી હેમાંગીબેન હાર્દિકભાઇ માંડવીયા (ઉ.વ.૨૪)એ રૈયાધાર ડ્રીમસીટી સામે સીટી કોટયાર્ડ સી-૩૦૪માં રહેતાં પતિ હાર્દિક, સસરા શૈલેષભાઇ ચુનીલાલ માંડવીયા, સાસુ શીલ્‍પાબેન, નણંદ અમીશાબેન અને જેઠ માધાપર ચોક બાયપાસ પાસે સુન્‍દરમ સીટી પાસે રહેતાં પુષ્‍પકભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધાવ્‍યો છે.

હાલ માધાપર ગામે કકાાના ઘરે રહેતી હેમાંગીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મેં બે વર્ષ પહેલા હાર્દિક સાથે પ્રેમલગ્ન કર્યા છે. લગ્નના દસ મહિના સુધી લગ્નજીવન સારી રીતે ચાલ્‍યા બાદ સાસરીયા માનસિક ત્રાસ આપવા લાગ્‍યા હતાં. સાસુ મારા વિરૂધ્‍ધ મારા પતિને ચઢામણી કરવા માંડયા હતાં જેથી પતિએ મને મારકુટ ચાલુ કરી હતી. નણંદ પણ મેણા ટોણા મારતી હતી.  ઓક્‍ટોબર ૨૦૨૪માં શારીરિક માનસિક ત્રાસના લીધે  મને પેનિક એટેક આવવા લાગ્‍યા અને માનસિક બીમારી થતાં ઘરના બધા જ સભ્‍યોએ મેણા-ટોણા મારી કહ્યું હતું કે-તું ગાંડી છે, તને વળગાડ થયેલું છે. અમારે તારાથી છૂટું જોઈએ છે. કૌટુંબીક જેઠ પુષ્‍પક પણ મારા પતિને ચડામણી કરતો કે તું આ છોકરીને છૂટાછેડા આપી દે. સાસુ કહેતા કે તું મારા કુટુંબમાં બધા સાથે સરખી રીતે વાત કરતી નથી. આમ કહી ઝઘડો કરતાં મને પેનિક એટેક આવી ગયો હતો.

ગત જાન્‍યુઆરી મહિનામાં પતિ-પત્‍નિ વચ્‍ચે ઝઘડો થતા ૧૮૧માં ફોન કર્યો હતો. ત્‍યાર બાદ અમે પતિ-પત્‍નિ અલગ રહેવા જતા રહ્યા હતા. ત્‍યાં પણ પતિ ઝઘડો કરતા પેનિક અટેક આવતા સારવાર કરાવી ન હતી. પતિ માર મારી કહેતો કે, તું મારે જોઈતી નથી મારે તારાથી છૂટાછેડા જોઈએ છે. મેં પેનિક એટેકની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી.ખબર પૂછવા મારા માતા મારી ઘરે આવ્‍યા અને મારી સાસુને ઠપકો આપી તમે કેમ મારી દીકરીને સાચવતા નથી? તેમ કહેતા મારા સાસુ સસરાએ ઉશ્‍કેરાઈને જેમ તેમ બોલતાં મને ફરી પેનિક એટેક આવતા બેભાન થઈ ગઇ હતી. હોસ્‍પિટલે પણ પિયર અને સાસરિયા વચ્‍ચે ઝઘડો થયો હતો. સાસરિયાએ મને સ્‍વીકારાની ના પાડી દીધી હતી. જેથી માવતરે ગઇ હતી. સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરી હતી. મહિલા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી. આર. પલ્લાચારીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી

(2:56 PM IST)