<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિજયભાઈ રૂપાણીની અણધારી વિદાયથી જાહેર જીવનમાં ખાલીપોઃ માંધાતાસિંહજી

 

રાજકોટ, તા.૧૩: ગુજરાત રાજ્‍યની પ્રજાભિમુખ અને પારદર્શી સરકારના એક સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રી તરીકે જેમનું નામ આદરપૂર્વક લેવામાં આવતું હતું તેવા અત્‍યંત સાત્‍વિક, સરળ, સહજ, સૌમ્‍ય અને સમર્પિત જનનાયક શ્રી વિજયભાઈ રૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળું બન્‍યું છે એમ જણાવી રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

રાજ્‍યના યશસ્‍વી પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાર્થીકાળથી દૂરંદેશી દાખવીને જાહેર જીવનમાં સકારાત્‍મક રાજકીય નેતળત્‍વની ધરોહર સમાન કાર્ય કર્યું હોવાનું જણાવીને શ્રી માંધાતાસિંહજીએ રૂપાણી પરિવાર પ્રત્‍યે રાજ પરિવાર વતી સંવેદના પ્રગટ કરી હતી.

અમદાવાદ ખાતેની હ્રદયવિદારક વિમાન દુર્ઘટનાનાં દિવંગત આત્‍માઓને રાજકોટ રાજ પરિવારે ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

(2:15 PM IST)