News of Friday, 13th June 2025
શ્રી બાલાજી હનુમાનજી અને શ્રી સ્વામીનારાયણ મંદિરે વિજયભાઇ સહિત મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણઃ કાલે પ્રાર્થના સભા

રાજકોટઃ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે તથા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ગઈકાલે અમદાવાદ ખાતે વિમાનની દુર્ઘટના બનતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા જીવ ગુમાવનાર તમામ મળતકોના આત્માને શાંતિ માટે ,મૌન પાળી પ્રાર્થના કરાઈ હતી.તેમજ મંદિરના શાષાી પૂ.રાધારમણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માણસનું મળત્યું અનિવાર્ય છે, તેનો વિશ્વના કોઈ પણ ધર્મગુરુએ ઇન્કાર નથી કર્યો પરંતુ, ગઇકાલે અમદાવાદ એરપોર્ટથી ઉપાડતા પ્લેનની જે રીતે ક્રેશની દુર્ઘટના બની એ ખૂબ જ આપણાં માટે દુઃખદ સમાચાર છે. આપણે માણસ છીએ એટલે સ્વાભાવિક રીતે આપણને અસામાન્ય દુઃખ થાય છે. માણસની પહોંચની બહાર પણ કંઈ અને કોઈ છે એ વાત સમજણ સાથે સ્વીકારી લેવી અનિવાર્ય છે.જ્ઞાન અને વિજ્ઞાન ગમે તેટલું આપણી પાસે હોય પણ અંતે માનવી લાચાર હોય છે.
આ જગત અને તેના તમામ સજીવ કે નિર્જીવ પદાર્થ માત્ર જે ભોગવંત, રૂપવંત, ગુણવંત હોય પણ અંતે તો તે નાશવંત જ છે. જે રીતની ગઇકાલની પ્લેનના અકસ્માતની ઘટના બની તે આપણાં માંહ્યલાને ખૂબ જ ચોટ અને ઢંઢોળી ગઈ. પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી અને અન્ય પ્રવાસીના મળત્યુથી આપણે સૌ કોઈ આ ઘટનાથી દુઃખી છીએ એટલે બીજું તો ના કરી શકીએ પણ તે મળત લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરી શકીએ. આ દુખદ ઘટનાને સાંભળીને આપણે સૌ કોઇને એક આંચકો અને આઘાત લાગ્યો છે. સૌ કોઇ પરમકળપાળુ પરમાત્મા મળતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે આજે આપણે પણ સૌ એ દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ આપવા માટે પ્રભુનેપ્રાર્થના કરીએ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ તેમ દુઃખ સાથે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી તથા બાલાજી મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું. મૃતકોના આત્માનીશાંતિ માટે આવતીકાલે શનિવારે બાલાજી હનુમાનજી મંદિરે સાંજે ૬ થી ૭ પ્રાર્થના સભા રાખેલ છે.
ઉપરોક્ત તસવીરોમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પધાર્યા હતા તે ફાઇલ તસવીરોમાં નજરે પડે છે. (તસ્વીર- અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)
(3:06 PM IST)










