<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિજયભાઇએ જીવનભર અનેક પવિત્ર કાર્યમાં માર્ગદર્શન-સહકાર આપ્‍યોઃ દિલીપભાઇ વસા

 

રાજકોટ : વિજયભાઈના અચાનક અવસાનથી જૈન અગ્રણી દિલીપભાઇ વસાએ જણાવેલ કે, હું મારી જીવનયાત્રામાં એક સજ્જન, નિષ્ઠાવાન અને સમર્પિત મિત્ર ગુમાવી બેઠો છું. તેમનો વિયોગ માત્ર વ્‍યક્‍તિગત દુઃખ જ નથી, પરંતુ ધર્મપ્રવળત્તિ માટે સમર્પિત, એક સંતસ્‍વભાવના, સહાયક અને ગુરુતુલ્‍ય મિત્રનો અપૂર્વ ક્ષય છે.

વિજયભાઈએ જીવનમાં સર્વસાધારણ સૌજન્‍યથી પણ ઉપર જઈ, મારા જેવા નાની ક્ષમતા ધરાવતા સાધકના હસ્‍તે અનેક મહાન કાર્યો કરાવ્‍યા. નિખાલસ ભાવથી તેમણે ધર્મમાર્ગે મારા પગલાં દૃઢ કરાવ્‍યાં. મારા પ્રથમ કાર્યરૂપે સી.એમ. હાઉસમાં ૩૬ મુમુક્ષુઓના પારણા કરાવ્‍યા-એ અવસરે તેઓ હાજર રહી સાથ સહકાર આપ્‍યો અને સહાયરૂપ બન્‍યાં. તેમણે જીવનભર અનેક પવિત્ર કાર્યમાં સહકાર આપ્‍યો.

(4:02 PM IST)