<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

પુસ્‍તક પ્રેમીઓની તરસ આ પરબથી સંતોષ પામશે તેવી મને શ્રદ્ધા છેઃ વિજયભાઈ રૂપાણીએ પુસ્‍તક પરબની મુલાકાત લીધી હતી

 

રાજકોટ તા.૧૪: અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક યાત્રિકોના મોત થયા છે ત્‍યારે ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી સદગત વિજયભાઈ રૂપાણીએ તા. ૬.૧૦.૨૦૨૪ નાં રોજ રાજકોટ ખાતે  દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ ઢોલરા- પ્રેરિત સાહિત્‍ય સેતુ રાજકોટ પુસ્‍તક પ્રેમી રસીકભાઇ મહેતા પુસ્‍તક પરબની મુલાકાત લીધી ત્‍યારની સ્‍મળતિઓ વર્ણવવામા આવી છે.

 પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુસ્‍તક પરબની મુલાકાત દરમિયાન શુભેચ્‍છા સંદેશ આપતા બુકમાં  લખાણ લખ્‍યું હતુ કેૅઅનુપમ દોશી તથા તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન...પુસ્‍તક આજના સમયમાં સાચા ગુરુ છે અને જ્ઞાનના યુગમાં સાચા સમયે પુસ્‍તક પરબ ચલાવવાનો અભિગમ તે સરાહનીય છે પુસ્‍તક પ્રેમીઓની તરસ આ  પરબથી સંતોષ પામશે તેવી મને શ્રદ્ધા છે.

પુસ્‍તક પરબની મુલાકાત સમયના વિજયભાઈ રૂપાણી સાથેના ફાઈલ ફોટોમાં અનુપમભાઈ દોશી,નલિનભાઈ તન્ના, ઘનશ્‍યામભાઈ ઠક્કર, સુધીરભાઈ દત્તા,કિરીટભાઈ પાઠક,મહેશભાઈ જીવરાજાની તથા સાહિત્‍ય સેતુનાં અન્‍ય સભ્‍યો નજરે પડે છે.

(2:40 PM IST)