<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઇ અલગારી ઓલિયા અને ઉમદા શ્રાવક રત્‍ન હતોઃ ઉપેન મોદી

 

રાજકોટ તા. ૧૪: સામાજીક અગ્રણી ઉપેનભાઇ મોદીએ શોકની લાગણી વ્‍યકત કરતા જણાવ્‍યું છે કે, વિજયભાઈ રમણીકભાઇ રૂપાણી એક વ્‍યક્‍તિ ન હતા ‘‘અલગારી ઓલિયા હતા''  ઉમદા શ્રાવક રત્‍ન હતા.  ફકત અડધી લાઇન માં પ્રશ્‍ન સમજનારા અને જાણકાર હતા.  રાજકોટની શેરી ના કાર્યકર લઈને ગાંધીનગર ના કોમન મેન (CM) બન્‍યા હતા.   સમગ્ર ગુજરાત ને અનેક ભેટો  આપી છે. આ એજ વ્‍યક્‍તિ હતા જેને જન્‍મ દિવસ ઉત્તર ગુજરાત ના અતિ વળષ્ટિ પૂર આફત માં લોકોની વ્‍હારે જઈ ઉજવી હતી. અને હસતા હસતા સંવત્‍સરી એ પ્રતિક્રમણ કરી રામ ની જેમ ગાદી નો ત્‍યાગ કર્યો હર્તોં. આવા સંઘ ના સિદ્ધાંતો ને વરેલા અને પક્ષ ને સમર્પિત હતા આપણા વિજયભાઈ ગુજરાત ની એક એક વ્‍યક્‍તિ ને તે પોતાના લાગતા હતા. તેમ અંતમાં શ્રધ્‍ધા સૂમન અર્પણ કરતા ઉપેનભાઇ મોદીએ જણાવ્‍યું છે.

(2:59 PM IST)