News of Saturday, 14th June 2025
રાજકોટ એરપોર્ટ ખાતે એર ઇન્ડીયાના મેનેજરે ઉધ્ધત વર્તન કરતાં વેપારીનું બીપી વધી ગયું: યાત્રા રદ કરી
ગોલ્ડ કાર્ડ ધારક સાથે ખોટી રીતે લમણાઝીંક કરીઃ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ : આજે સવારની ઘટનાઃપોતાને કંપનીના માલિક ગણતા આવા અધિકારીઓથી એર ઇન્ડીયાની છબીને નુકસાન

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વિવાદ વચ્ચે અનેરી ‘‘ભાઇબંધી'' હોય તેવું લાગે છે. કોઇને કોઇ રીતે એરપોર્ટ ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. કયારેક સુવિધા તા. કયારેક એરલાઇન્સને કારણે ચમકતું રહેતું હોય છે. આ સિલસિલામાં આજે સવારે એરઇન્ડીયાના એક અધિકારીની જો હુકમીનો ભાંગ રાજકોટના એક વેપારી બનયા હોવાનું બહાર આવ્યું છે. એર ઇન્ડીયાના મેનેજરે ઉધ્ધત વર્તન કરતાં વેપારીની તબિયત લથડી જતાં તેમને મુંબઇ જવાનું ઉત્સવ કર્યાનું પણ જાહેર થયું છે.
રાજકોટના નામાંકિત ઇલેકટ્રીક વ્યવસાયના વેપારી સુનિલભાઇ શાહ આજે સવારે મુંબઇ જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં વારંવારં પ્રવાસ કરતાં હોઇ એરઇન્ડીયાએ તેમને ગોલ્ડ કાર્ડ પણ આપ્યું છે. અને આ કાર્ડ હોઇ તેમણે કાઉન્ટરને ૧૧-૧૨ પર કાર્ડ ધારકને મળતી સુવિધાની માંગણી કરતાં ત્યાં ઉપસ્થિત એરઇન્ડીયાના મેનેજર રઘુરાજની ‘‘કમાન છટકી હતી અને આ મહાશયે ઉધ્ધત વર્તન કરતાં વેપારી સુનિલભાઇ તેમને ટપાર્યો હતા'તો મેનેજરે જેમતેમ બોલવાનું શરૂ કર્યુ હતું અને એટલુ જ નહિ તેમના સ્ટાફને પણ દબડાવવાનું શરૂ કરતાં સુનિલભાઇએ પોતાનો બોડિઁગ પાસ કેન્સલ કરવાનું કહેતા મેનેજર તેમના ઉપર તાડકયા હતાં આવા સંજોગોમાં સુનિલભાઇનું બીપી વધી જતાં ત્યાં તેમને સારવાર લેવી પડી હતી અંતે મેડીકલ કારણોસર તેઓએ મુંબઇ જવાનું ટાળ્યું હતું.
સુનિલભાઇનું કહેવું છે કે ગોલ્ડ કાર્ર્ડ ધારક હોવાથી મેં મારો અધિકાર માંગ્યો હતો પણ ચોર કોટવાલને દંડે તેમ એર ઇન્ડીયાના મેનેજર મારા પર તૂટી પડયા હતાં જે સહન ન થતાં મે ઉચ્ચકક્ષાએ મેનેજર રઘુરાજ વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરી છે. આવા ‘‘તોરિલા'' મગજના અધિકારીને કારણે જજ એર ઇન્ડીયાની છબી ખરડાય રહી છે તેમ સુનિલભાઇ શાહનું કહેવું છે.(
(3:34 PM IST)










