News of Saturday, 14th June 2025
સેવાકીય કાર્યો માટે વિજયભાઇ રૂપાણી સદાય તત્પર રહેતા : ભાવિનભાઇ ખખ્ખર

રાજકોટ તા. ૧૪ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અણધારી વિદાયથી શોકની લાગણી વ્યકત કરતા સ્ટુડીયો શિવવાળા ભાવિનભાઇ ખખ્ખરે જણાવ્યુ છે કે વિજયભાઇ સેવાકીય કોઇપણ કાર્યો થતા હોય તેમની મદદમાં હંમેશા ઉભા રહેતા. અમે જય શ્રી ગોપાલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગરીબ નિરાધાર દિકરીઓના સમુહલગ્નું આયોજન કરતા ત્યારે તેઓ હંમેશા આશીર્વાદ આપવા આવતા અને આવા કાર્યોને પ્રોત્સાહન પુરૂ પાડતા.
(4:07 PM IST)










