<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઈની સંગઠન કાર્યકુશળતા, નિપુણતા અને શાસકીય કાબેલિયત બેમિસાલ અદ્વિતીય હતીઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટના સર્વાંગી વિકાસના સ્‍વપ્નદ્રષ્ટા, પ્રજાવત્‍સલ લોકસેવક-અજાતશત્રુ રાજપુરુષને ભાવાંજલિ માટે તેઓ ભાજપના એક શિસ્‍તબધ્‍ધ સૈનિક હતા, કોમનમેન તરીકે લોકો સાથે રહીને કામગીરી કરી હતી

રાજકોટઃ અમદાવાદ વિમાન અકસ્‍માત-પ્‍લેન ક્રેશમા અકાળે અવસાન પામેલ   ગુજરાતનાં પૂર્વ  મુખ્‍યમંત્રી વરિષ્ઠ રાજપુરુષ શ્રી વિજયભાઈ રૂપાણી સાથે અનેક મળતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવતા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે આ એક ખૂબ દુઃખદ દુર્ઘટના બની છે. અનેક લોકોએ તેમના સ્‍વજનોને ગુમાવ્‍યા છે. ભાજપે પણ રાષ્‍ટ્ર ને સમર્પિત ,નિષ્ઠાવાન વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્‍યા છે. વિજયભાઈએ કરેલા લોકસેવા-રાષ્‍ટ્રસેવાના  કાર્યોને હંમેશા લોકો યાદ કરશે.

વિજયભાઈ સાથેના સ્‍મરણો વાગોળતા શ્રી રાજુભાઈએ કહ્યું છે કે  વર્ષો સુધી સાથે તેમની સાથે કામ કરવાનો અવસર મળ્‍યો  છે. અનેકવાર તેમની સાથે પક્ષકાર્ય માટે પ્રવાસો કરવાનું થયું છે. અનેક  લોકસેવા કાર્યો- પક્ષ કાર્યોમાં તેમની  સાથે કાર્ય કરવાનું અને શીખવાનું સદભાગ્‍ય સાંપડેલ.૧૯૯૭માં ભાજપ દ્વારા સૌરાષ્‍ટ્ર પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ થયેલ ત્‍યારથી ભાજપ મીડિયા સેલના કાર્ય માં તેમની સાથે જોડાવાનું થયેલ. પત્રકાર જગતમાં મીડિયાકર્મીઓમાં તેમના સંપર્કો અને લોકચાહના ખુબજ હતી. જાણ્‍યા અજાણ્‍યા લોકો કાર્યકર્તાઓ એમ દરેક મનાર વ્‍યક્‍તિ સાથે અત્‍યંત સરળતાપૂર્ણ વ્‍યવહાર, હમેંશા જમીન સાથે જોડાયેલા રહેવાની વળત્તિ,  સરકાર, પક્ષમાં અને સમાજ જીવન માં   તેમના સંવેદનશીલ અને સહજ મળતાવડા સ્‍વભાવે તેમને કોમન મેન બનાવ્‍યા હતા.

વિજયભાઇએ  રાજકોટના અદના કાર્યકર્તા તથા પ્રદેશ  ભાજપના વરિષ્ઠ અગ્રણી તરીકે  પોતાની એક શિસ્‍તબધ્‍ધ સૈનિક તરીકે પ્રતિબધ્‍ધતા પુરવાર કરી  બતાવી. ૧૯૭૫માં વિદ્યાર્થી નેતા તરીકે  શરૂ થયેલ તેમના રાજકીય જીવનની શરૂઆત પ્રદેશ ભાજપના આગેવાન અને પક્ષના વરિષ્ઠ મોવડી તરીકેનો કાર્યકાળ ખૂબ યશસ્‍વી અને પક્ષનો વ્‍યાપ વધારી પક્ષને મજબૂત કરનારો રહ્યો.

અત્‍યંત વિચક્ષણ રાજકીય દીર્ઘદ્રષ્ટિ ધરાવતાં  સંગઠન મહારથી નરેન્‍દ્રભાઇ મોદીએ કાર્યકુશલ અને નિષ્ઠાવાન પ્રદેશ ભાજપ  અગ્રણી વિજયભાઇની સંગઠન તાકાતને પારખી હતી અને તેમને ભાજપના મહામંત્રી બનાવીને અન્‍ય અગ્રણીઓના સથવારે ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબુત બનાવ્‍યું. વિજયભાઈ રૂપાણીએ  મહેનતકશ સ્‍વભાવ અને સતત સક્રિયતા કાર્યદક્ષતા સાથે પક્ષ દ્વારા જે કંઇ જવાબદારી સોંપવામાં આવે તેને પુરી નિષ્ઠાથી બજાવી હતી અને તેના પરિણામ સ્‍વરૂપે ગુજરાતમાં  મુખ્‍યમંત્રી તરીકે પણ તેમને જયારે જવાબદારી સોંપાઇ તો પોતાને સીએમ તરીકે નહીં કોમનમેન તરીકે સતત લોકો સાથે રહીને કામગીરી કરી હતી.

સૌથી મહત્‍વપૂર્ણ બાબત એ કે જ્‍યારે સમગ્ર દેશ સમગ્ર વિશ્વ જે રીતે  કોરોના કાળમાં સપડાયું હતું તે સમયે વિજયભાઇ રૂપાણીની મુખ્‍યમંત્રી તરીકે સૌથી મોટી કસોટી થઇ અને તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સંપૂર્ણ તંત્રને કામે લગાડી કોરોના મહામારી માંથી ગુજરાત ને બહાર કાઢયું હતું. કોરોના મહામારી સમયે આ લખનારે  તેમને વિનંતી કરતા રાજકોટના તમામ મીડિયાકર્મીઓ માટે બે વાર કોરોના વેકસીન લગાવવા માટે તેમણે ખાસ પરવાનગી આપી કેમ્‍પ કરાવેલ જેનો ફાયદો રાજકોટના તમામ મીડિયાકર્મીઓ તથા તેમના પરિવારોને થયેલ.

આવા વરિષ્ઠ, પ્રજાવત્‍સલ લોક નેતાના અકાળે નિધનથી રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતપ્રદેશને મોટી ખોટ પડી છે તેમ રાજુભાઇ ધ્રુવે વરિષ્ઠ રાજપુરુષ શ્રી વિજયભાઈ રૂપાણી ને વિનમ્રતાપૂર્વક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્‍યું છે.

(4:03 PM IST)