<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ઓશો પરિવાર દ્વારા વિજયભાઈ રૂપાણીને ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ભાવભરી શ્રધ્‍ધાંજલી

 

રાજકોટઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઓશો પરિવાર દ્વારા મૌન ધ્‍યાન કરી ને ભાવભરી હાર્દિક શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ. ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરના સંચાલક સ્‍વામિ સત્‍ય પ્રકાશ દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ગુજરાતમાં ઓશો  સાહિત્‍ય પ્રદર્શનો યોજી રહ્યા છે. જેમાના રાજકોટના દરેક ઓશો સાહિત્‍ય પ્રદર્શનમાં વિજયભાઈ અચુક આવતા અને ઓશોના હિન્‍દી, અંગ્રેજી તથા ગુજરાતીમાં થોકબંધ પુસ્‍તકો લઈ જતા રાજકોટમાં ૨૦૦૪માં રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ પુસ્‍તક પ્રદર્શનમાં વિજયભાઈ આવેલ અને સ્‍વામિ સત્‍યપ્રકાશ સાથે એકાદ કલાક બેસીને ઓશોના પુસ્‍તકોની ચર્ચા કરેલ અને કહેલ કે મારી પાસે ઓશોના પુસ્‍તકોની પર્સનલ લાઈબ્રેરી છે. અને હવે ઓશોના કોઈપણ નવા પુસ્‍તકો પ્રકાશીત થાય તો મને પહોંચાડશો. પ્રદર્શનમાં આવેલ વિજયભાઈ એ ત્‍યારે પણ ઓશોના થોકબંધ પુસ્‍તકો ખરીદેલા. સ્‍વામિ સત્‍ય પ્રકાશ (મો.૯૪૨૭૨ ૫૪૨૭૬) કરે છે કે શ્રી વિજયભાઈ પાસે ઓશોનું સંપુર્ણ સાહિત્‍ય વસાવેલું. તેઓ પ્રદર્શન પર આવીને પુસ્‍તકોની પસંદગી કરતા હતા.

(2:59 PM IST)