<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

મહિલા શ્રમિકો અને વૃધ્‍ધોના કલ્‍યાણના કામો માટે વિજયભાઇ હંમેશા મોખરે રહેતા, તેમની સાથે કામ કર્યાનો અનુભવ સ્‍મૃતિરૂપ બની રહ્યો : ભાવનાબેન જોષીપુરા

 

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી ભાજપના વરિષ્‍ઠ અગ્રણી વિજયભાઈ રૂપાણીને રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવના જોષીપુરાએ ભાવપૂર્ણ અંજલી આપી જણાવ્‍યું છે કે સાલસ, સરળ અને નિખાલસ સ્‍વભાવના વિજયભાઈની અચાનક વિદાયથી સૌરાષ્‍ટ્રના જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે. ૧૯૯૫ ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ મહિલા મેયર તરીકે મારી જવાબદારી આવી તે સમયે વિજયભાઈ રૂપાણી સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હતા એટલે તેઓની સાથે કામ કરવાની તક મળી હતી. વિજયભાઈના બહોળા અનુભવનો લાભ અમને મળ્‍યો હતો. તેઓ શ્રમ અને રોજગાર મંત્રી તરીકે હતા તે સમયગાળા દરમિયાન અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકો અને સવિશેષ રીતે મહિલા શ્રમિકો સુધી રાજ્‍ય સરકારની યોજના પહોંચે તે માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાનો સહકાર મળી રહે તે અર્થે તેઓએ મને ખાસ અનુરોધ કરતા મેં આર્થિક પછાત વિસ્‍તારમાં આ બહેનો માટે યુબીન કાર્ડ મળી રહે તે માટે ખાસ પ્રયત્‍નો કર્યા હતા. અખિલ હિન્‍દ મહિલા પરિષદ સંચાલિત રમણીક કુંવરબા વળદ્ધાશ્રમનો લગભગ ૨૦ વર્ષ જૂનો એક પ્રશ્‍ન હતો જે તેઓના મુખ્‍યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેઓને ધ્‍યાને મુકતા  અને તેઓના અથાક પ્રયત્‍નથી આ પ્રશ્‍ન ઉકેલાયો હતો. રાજકોટની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ માટે પણ વિજય ભાઈ રૂપાણી એક આદર્શ હતા કારણ કે પૂજીત રૂપાણી ટ્રસ્‍ટના માધ્‍યમથી સ્‍વૈચ્‍છિક સંસ્‍થા કયા પ્રકારે ઉત્‍કળષ્ટ કામગીરી કરી શકે તેનું જીવંત ઉદાહરણ શ્રી વિજયભાઈ અને શ્રીમતી અંજલી બેને પુરૂ પાડયુ હતુ. અખિલ હિન્‍દ મહિલા પરિષદની પ્રવળત્તિમાં પણ તેઓ રસપૂર્વક જાણકારી મેળવતા. છેલ્લે જ્‍યારે મને ટાઈમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો પાવર વુમન એવોર્ડ તેમના હસ્‍તે મળ્‍યો તે સમયે વિજયભાઈએ શબ્‍દો વિચાર્યા કે ર્ંભાવનાબેન તમે આ એવોર્ડ માટે બિલકુલ યોગ્‍ય છો. તેમના આ શબ્‍દો મારા માટે જીવનભરના યાદગાર શબ્‍દો બની રહેશે. તેમ મીઠી યાદોને વાગોળતા ડો. ભાવનાબેન જોષીપુરા (મો.૯૪૨૭૨ ૨૧૮૭૭)એ જણાવ્‍યુ છે.

(3:04 PM IST)