તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 18th June 2025
વિજયભાઇ રૂપાણીને પ્રશીલ પાર્કમાં શ્રધ્ધાંજલી અર્પણ

આપણા લોકલાડિલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીનુ અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થવાથી અને આ વિમાન દુર્ઘટનામાં ૨૪૧ પેસેન્જર, પાઇલટ, સહપાઇલટ અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત મેડિકલ સ્ટુડન્ટ અને અન્ય સિવિલ પબ્લિકના દુઃખદ અવસાન થયા હતા તેમને શ્રધ્ધાંજલિ આપવા પ્રશીલ પાર્ક સિનિયર સિટીઝન્સ ક્લબ રાજકોટ અને પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા સોમવારના રોજ સાંજે ૬.૧૫ વાગે પ્રશીલ પાર્ક સોસાયટી કોમન પ્લોટ નંબર-૧મા શોકસભા રાખવામા આવી હતી. શોકસભામા બાલકળષ્ણભાઈ આઈ. મકવાણા, (ચેરમેન પ્રશીલ પાર્ક સિનિયર સિટીઝન્સ ક્લબ રાજકોટ), કમલેશભાઈ ઢોલા (પ્રમુખ પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશન, રાજકોટ) તથા બંને સંસ્થાના હોદ્દેદાર તેમજ કેમ્પસના લોકો ઉપસ્થિત રહ્યા હતા હાજર હોદ્દેદાર અને સભ્યોએ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને શોક ઠરાવ પસાર કર્યો હતો, સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ.(તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી)
(3:22 PM IST)










