<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

હૃદય ધબકારા ચુકી જવાને લીધે ચંદુભાઇ રૂપાવટીયા અને ઓરિસ્‍સાના યુવાનના મોત

 

નાના મવા રોડ સિલ્‍વર ગોલ્‍ડન રેસીડેન્‍સી અને ગોપાલ ચોકની બાંધકામની સાઇટ પર બનાવઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: હૃદય રોગના હુમલાની રોજબરોજ બનતી ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ બે આવા બનાવમાં પ્રોૈઢ અને યુવાનના મૃત્‍યુ થયા છે.

નાના મવા રોડ મોકાજી સર્કલ નજીક ગાંધી સ્‍કૂલ સામે સિલ્‍વર ગોલ્‍ડન રેસીડેન્‍સી-૪માં રહેતાં ચંદુભાઇ લીંબાભાઇ રૂપાવટીયા (ઉ.વ.૫૮) સાંજે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને અગાઉ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં ભાવેશભાઇની બાંધકામની સાઇટ પર પત્‍નિ સાથે રહી કડીયા કામની મજૂરી કરતો હેતુમણી પુરન્‍દર પયાસીંગ (ઉ.વ.૪૦) નામનો યુવાન રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારજનો, મજૂરોમાં શોક છવાઇ ગયો હતો. સગાના કહેવા મુજબ હેતુમણી મુળ ઓરિસ્‍સાનો વતની હતો. તેને બે દિવસથી તાવ આવતો હોઇ દવા ચાલુ હતી. દરમિયાન રાતે હાર્ટએટેક આવી ગયો હતો. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહે તાલુકા અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી

(2:08 PM IST)