તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Thursday, 19th June 2025
સ્વ.મૂકતાબેન ડાંગરને વિશ્વહિન્દુ પરિષદ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ તા. ૧૯: અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મુકતાબેન બચુભાઇ ડાંગર (ઉ.વ.૭૩) (ગામઃરાજકોટ) શ્રીરામ ચરણ પામેલ હતા. જેઓ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી વનરાજભાઇ ગરૈયાના માસી થતા હતા. આ તકે વિહિપ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. વિહિપ પરિવારમાંથી પરેશ રૂપારેલીયા, વિનય કારિયા, કિશન સેલાર, પ્રશાંત ચોકસી ઉપરાંત અન્ય કાર્યકર્તાઓએ શ્રધ્ધાંજલી અર્પી હતી. મુકતાબેનના પુત્ર મયુરભાઇ અને વરૂણભાઇને મળીને સંવેદના પાઠવી હતી વનરાજભાઇ પાસે પણ દુઃખની લાગતી વ્યકત કરી હતી.
(3:30 PM IST)










