<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

યુનો એન્‍ટરપ્રાઇઝનું પ્રથમ ૧૯૯૦માં અને નવા રંગરૂપ સાથે નવી ઓફિસનું ઉદઘાટન ૨૦૨૩માં વિજયભાઇ રૂપાણીનાં હસ્‍તે થયેલ

 

રાજકોટઃ અહિં કાલાવડ મેઇન રોડ સ્‍થિત જાણીતી પેઢી યુનો એન્‍ટરપ્રાઇઝનું ઉદઘાટન સ્‍વ. વિજયભાઇ રૂપાણીએ પ્રથમ ૧૯૯૦માં તેમજ નવા રંગરૂપ સાથે ઓફિસનું ઉદઘાટન ૧૯૨૩માં કરેલું હતું.

 પ્રથમ ઉદઘાટન ૧૯૯૦માં કરેલ ત્‍યારે સ્‍વ.વિજયભાઇ સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન હતા. શ્રી રસિકભાઇ તન્‍નાએ તેમની સાથે મિત્રતાનાં પાડોશીના તેમજ સંઘના સંબંધો ઉપરાંત એક જ પક્ષ હોવાનાં સંબંધ હતા. તે સમયે સ્‍વ. વિજયભાઇ ઉભરતી રાજકીય પ્રસિધ્‍ધી પામેલ વ્‍યકિત હતા.

સ્‍વ.વિજયભાઇ પ્રથમ વખતે ધારાસભ્‍ય ચૂંટાયેલા ત્‍યારે પણ શ્રી રસિકભાઇ તન્ના એ તેમને શુભેચ્‍છા લેટર આપેલ તેમાં જણાવેલ કે  ‘આપ હવે મુખ્‍યમંત્રી બનશો'' જે હકિકત બનીને રહ્યા.

ઉપરોકત બન્‍ન્ને ઉદઘાટન સમયે કયાં ખબર હતી કે આ ફોટોગ્રાફસએ માત્ર યાદી સ્‍વરૂપે રહી જવાનાં છે.

પ્રથમ ઉદઘાટન સમયે સ્‍વ.વિજયભાઇ સાથે અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા, શ્રી હિતેશભાઇ ચગ, શ્રી ધનરાજભાઇ જેઠાણી, સ્‍વ.અજયભાઇ ભારદ્વાજ, સ્‍વ. બાબુભાઇ ચગ, સ્‍વ.ઉમાકાંત માંકડ તેમજ સરયુબેન માંકડ, સ્‍વ.પ્રતાપભાઇ શુકલનાં પત્‍નિ અને યુનિ. ઓફિસર સ્‍વ.ઇન્‍દુબેન શુકલ, સ્‍વ. ચંદુભાઇ તેજરા, સ્‍વ.જયોતિબેન પટેલ, સ્‍વ. કનૈયાલાલ તેજુરા, એડવોકેટ શ્રી યશવંત  જસાણી, અશ્‍વમેઘ ટ્રાવેલવાળા શ્રી દિલુભાવાળા, ડાયાલાલ ગોવાભાઇની પેઢીવાળા સ્‍વ. બટુકાકા, એડવોકેટ શ્રી પંકજભાઇ રૈયાણી, વિગેરે મહાનુભાવોએ હાજરી આપેલ હતી.

શ્રી રસિકભાઇ તન્ના (મો.૯૮૨૫૩૮૫૨૫૨) યાદી જણાવે છે કે સ્‍વ. વિજયભાઇએ બીજો ઉદઘાટન કરવાનું સ્‍વીકારીને અમોને ખૂબ જ પ્રોત્‍સાહિત કરેલ તે બદલ અમો સદૈવ તેઓશ્રીનાં ઋણી રહીશું.

સ્‍વ.વિજયભાઇએ ૨૦૨૩માં નવી ઓફીસનું ઉદઘાટન કરેલ ત્‍યારે સર્વેશ્રી ધર્મેન્‍દ્ર ઝાલા આર્કિટેકટ, કિશન શાહ ઇન્‍ટીરીયર, અશોકભાઇ તન્ના એન્‍ડ ફેમિલી, પરાગ તન્ના એન્‍ડ ફેમિલી, નીતિનભાઇ સોમૈયા એન્‍ડ ફેમિલી, જગદિશભાઇ કકકડ એન્‍ડ ફેમિલી, વિક્રમ તન્ના એન્‍ડ ફેમિલી, ચાર્લ્‍સ મોટર, મહેન્‍દ્ર પટેલ, અજુભાઇ ભિમાણી, ડો. વિરેન હિન્‍ડોચા એન્‍ડ ફેમિલી, રવિકુમાર તથા અંકિતા, બચુલાલ ગોવાભાઇ વાળા, ચંદ્રકાન્‍તભાઇ તન્ના, મનિષ રાયઠ્ઠા એન્‍ડ ફેમિલી, મહેશભાઇ તન્ના એન્‍ડ ફેમિલી, મધુભાઇ રાચ્‍છ, રજનીભાઇ શેઠ, દીપક ઉનડકટ, જયસુખ પટેલ, કૈલાશ તન્ના, બી.ટી.રાજવીર, રમેશભાઇ ગોસ્‍વામી ભરતભાઇ સોમૈયા વિગેરેએ હાજરી આપી હતી.

(2:21 PM IST)