<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પાર્ટી પ્‍લોટમાં થયેલી ડેકોરેશનના સામાનની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ મંડપ કોન્‍ટ્રાક્‍ટર હરેશ ગઢીયા ઝડપાયો

 

લાઇટ ડેકોરેશનના કોન્‍ટ્રાકટર વિપુલભાઇ પેઢડીયાની સાથે હરેશ મંડપનું કામ કરતો'તોઃ દેણામાં આવી જતાં વિપુલભાઇનો અઢી લાખનો સામાન ચોર્યો હતોઃ પીઆઇ એચ. એન. પટેલ અને ટીમની કાર્યવાહી

યુનિવર્સિટી પોલીસ મથકના પ્રતાપસિંહ મોયા, વિરદેવસિંહ જાડેજા અને કોન્‍સ. વનરાજભાઇ લાવડીયાની બાતમી

રાજકોટ તા. ૨૦: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર પ્રેમવાટીકા પાર્ટી પ્‍લોટમાં તાલપત્રી ઢાંકીને રાખેલો ડેકોરેશનનો અઢી લાખનો સામાન ચોરાઇ ચોરાઇ ગયો હતો. આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી મુળ પડધરીના ખોડાપીપરના અને હાલ રાજકોટ કોઠારીયા રોડ હરિ ધવા મેઇન રોડ ભવનાથ પાર્ક-૧માં રહેતાં અને મંડપ ડેકોરેશનનું કામ કરતાં હરેશ દામજીભાઇ ગઢીયાને પકડી લઇ મુદ્દમાલ કબ્‍જે કર્યો છે. પૈસાની ખેંચ હોઇ અને દેણુ થઇ ગયું હોઇ હરેશે પોતે જેની સાથે કોન્‍ટ્રાક્‍ટ રાખતો તે   વાવડી ૮૦ ફુટ રોડ, પર સુરભી એપાર્ટમેન્‍ટમાં રહેતાં પ્રમુખ લાઇટ ડેકોરેશનવાળા વિપુલભાઇ જીવરાજભાઇ પેઢડીયાનો માલ જ ચોરી લીધો હતો.

આ બનાવમાં  બે દિવસ પહેલા વિપુલભાઇએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે દોઢસો રીંગ રોડના પ્રેમવાટિકા પાર્ટી પ્‍લોટમાં એક વર્ષથી લાઇટ ડેકોરેશનનો કોન્‍ટ્રાક્‍ટ ધરાવતાં હતાં. હાલમાં વરસાદને કારણે સીઝન ઓછી હોઇ તેમણે પોતાનો લાઇટ

ડેકોરેશનનનો માલસામાન પાર્ટી પ્‍લોટમાં જ ઢગલો કરીને રાખ્‍યો હતો અને તેના પર તાલપત્રી ઢાંકી દીધી હતી. આ અઢી લાખનો માલસામાન ચોરાઇ ગયો હતો. જેમાં   પારલાઇટ નં-૭૨, વામલાઇટ નંગ-૨૫ , કેબલ ૧૬ એમ.એમ.નો આશરે ૨૫૦ ફુટ, સર્વિસ કેબલ આશરે ૨૦૦૦ મીટર, લાઇટ માટેની લીડ નંગ-૪, લેમ્‍પની લીડ નંગ-૧૦, લેમ્‍પ નંગ-૧૨૦, પ્‍લગ પોઇન્‍ટ નાના નંગ-૩૦, પ્‍લગ પોઈન્‍ટ મોટા નંગ-૫, પેનલ પેટી નંગ-૪, કેરેટ બોકસ નંગ-૧૦,  પારલાઈટ સ્‍ટેન્‍ડ નંગ-ર સામેલ હતાં.  

આ ગુનાનો ભેદ ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. પ્રતાપસિંહ મોયા, વિરદેવસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયાની બાતમી પરથી ઉકેલાયો છે. આ સામાન ચોરનાર હરેશ ગઢીયા શખ્‍સ પુષ્‍કરધામ રોડ મંદિર પાસે હોવાની માહિતી પરથી તેને સામાન સાથે પકડી લીધો હતો. જે પાર્ટી પ્‍લોટમાંથી હરેશે માલસામાન ચોર્યો ત્‍યાં જ હરેશ પણ વિશાલભાઇ સાથે મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો. હાલ હરેશ દેણામાં હોઇ આર્થિક ભીંસ હોઇ વિશાલભાઇનો માલ પડયો હોઇ તે પોતાનો છે, વેંચી દીધો છે તેવું એક છોટાહાથી માલવાહકના ચાલકને કહી ત્‍યાંથી માલ ભરી લીધો હતો. આ માલ વેંચવાની પેરવી કરતાં ઝડપી લેવાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.

(4:21 PM IST)