તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 23rd June 2025
બંસીબેનને મિત્ર વિમલે ફ્રેન્ડશીપ ભુલી જજે કહી ટાંટીયા ભાંગવાની ધમકી દઇ પત્નિ જીજ્ઞાશા સાથે મળી માર માર્યો
ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ સંતોષ પાર્ક રોડ પર રાત્રે બઘડાટી : પતિ મયુરભાઇ પંડયા સમજાવવા માટે આવતાં તેને પણ બંનેએ ધોલધપાટ કરીઃ ડ્રીમસીટી પાસે રહેતાં વિમલ જોષી અને પત્નિ જીજ્ઞાશા જોષી સામે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૩: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતી મહિલા રાતે ઘર નજીક વોકીંગ કરવા નીકળી ત્યારે ડ્રીમસટી પાસે રહેતાં તેના મિત્રએ તેની પત્નિને સાથે લઇને આવી તું કેમ મારી પત્નિને ગાળો આપે છે? કહી ઢીકાપાટુનો માર મારતાં અને મિત્રની પત્નિએ એક્ટીવાથી ટક્કર મારી પછાડી દેતાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં આ મહિલાનો પતિ આવતાં અને બંનેને સમજાવતાં તેને પણ માર માર્યો હતો. તેમજ મહિલાને તેના મિત્રએ હવે તું ફ્રેન્ડશીપ ભુલી જજે, અમારા સંસારમાં વચ્ચે આવીશ તો ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ રીંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ સંતોષ પાર્ક શેરી નં. ૧ બ્લોક નં. ૨૬માં રહેતાં બંસીબેન મયુરભાઇ પંડયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ડ્રીમ સીટી પાસે દ્વારકેશ પાર્ક-૭માં શ્રીમકાન ખાતે રહેતાં વિમલ ભાનુશંકરભાઇ જોષી અને જીજ્ઞાશા વિમલભાઇ જોષી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. બંસીબેને પંડયા નોકરી કરે છે અને તેના પતિ પણ પ્રાઇવેટ નોકરી કરે છે. તેને સંતાનમાં બાર વર્ષનો દિકરો છે. બંસીબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે રાતે જમીને સવા અગિયારેક વાગ્યે હું નોબલ શાળાવાળા સંતોષ પાર્ક મેઇન રોડ પર વોકીંગ કરતી હતી તે વખતે મારા મિત્ર વિમલ ભાનુશંકર જોષી તેના બાઇક પર તથા જીજ્ઞાશા વિમલ એક્ટીવા પર મારી પાસે આવ્યા હતાં અને મારી આગળ .ભા રહી ગયા હતાં.
મારા મિત્ર વિમલ જોષીએ મને કહેલ કે તું કેમ મારી પત્નિ જીજ્ઞાશાને ગાળો બોલે છે? આ પછી જીજ્ઞાશાએ તેનું એકટ્ીવા માર પગ સાથે અથડાવતાં ધક્કો મારતાં હું ફૂટપાથ પર પડી ગઇ હતી. આ પછી આ બંને પતિ-પત્નિએ સાથે મળી મને બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં મારો દિકરો આવી જતાં તેણે મારા પતિને બોલાવતાં બાદમાં પોલીસને ફોન કર્યો હતો. આ દરમિયાન વિમલ અને જીજ્ઞાશા તેના ઘર તરફ જતાં હોઇ હું અને મારા પતિ તેને સમજાવવા પાછળ જતાં ગ્રીન સીટીના રોડ પર તે મળી ગયા હતાં. મારા પતિ તેને સમજાવતાં હતાં ત્યારે વિમલ અને જીજ્ઞાશાએ મારા પતિ મયુરને પણ ઢીકાપાટુ મારી પછાડી દેતાં તેને ડાબા પગે ગોઠણમાં અને હાથની કોણીમાં ઇજા થઇ હતી અને લોહી નીકળ્યુ હતું.
બંસીબેને આગળ જણાવ્યું હતું કે વિમલ જોષીએ અગાઉ પણ ૨૩/૫ના રોજ મારી સાથે માથાકુટ કરી ત્યારે મેં ૧૮૧ બોલાવી હતી. ત્યારે અમારે સમાધાન થઇ ગયું હતું. પણ મનદુઃખ રાખી તેણે મને ફોનમાં ઘણીવાર ધાકધમકી આપી હતી. રવિવારે રાતેહં વોકીંગમાં નીકળી ત્યારે વિમલે આવી મને કહેલું કે મારી સાથેની ફ્રેન્ડશીપ ભુલી જજે, કહી ન બોલાવના શબ્દો બોલી હવે અમારા બંનેના સંસાર વચ્ચે આવીશ તો તને મારી મારીશ અને ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ પછી વિમલ અને જીજ્ઞેશ જતાં રહ્યા હતાં અને પોલીસની ગાડી આવી જતાં અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં બંસીબેને કહેતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:29 PM IST)










