<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

આજના દિવસે કોંગ્રેસે સત્તા લાલસામાં લાદેલી ઇમરજન્‍સી- કટોકટીનો કલંકિત કાળો દિવસ દેશની પ્રજા કયારેય નહીં ભૂલેઃ રાજુભાઈ ધ્રુવ

કોંગ્રેસી વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીએ ખુરશી બચાવવા ભયાનક ‘કટોકટી' લાદી લોકશાહીને કેદી બનાવી જેલમાં નાખી હતી : પૂર્વ મુખ્‍યમંત્રી અને ત્‍યારના વિદ્યાર્થીનેતા વિજયભાઈ રૂપાણીને સૌથી નાની વયે કટોકટીનો વિરોધ કરવા માટે કોંગ્રેસે વિના વાંકે મિસા હેઠળ જેલમાં નાખી દીધા હતાઃ કટોકટીમાં મિસાના કાળા કાયદા હેઠળ એક લાખ કરતા વધુ સંઘ- જનસંઘ(ભાજપ)ના તથા અન્‍ય પક્ષોના હજારો નેતાઓ-કાર્યકર્તાઓ,અસંખ્‍ય પત્રકારો- મીડિયાકર્મીઓ,લોકતાંત્રિક મૂલ્‍યો-બંધારણની રક્ષા માટે લડનારાઓને જેલમાં પુરવામાં આવ્‍યા હતા

રાજકોટઃ આજે ૨૫ જુનનો દિવસ  દેશમાં લાદવામાં આવેલી કટોકટીની કડવી યાદોનો કાળો દિવસ છે. કોંગ્રેસે લગાવેલી કટોકટીને ૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્‍યારે ભાજપના સૌરાષ્‍ટ્ર ભાજપના  પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, ભારતની મહાન લોકશાહી તથા બંધારણીય અધિકારો,લોકતાંત્રિક મૂલ્‍યોને જોખમમાં મૂકી સર્વસત્તાધીશ બનવાના મેલા મનસૂબા સાથે  ૨૫ મી જૂન, ૧૯૭૫ના રોજ શ્રીમતી ઇન્‍દિરા ગાંધી દ્વારા, કોઇપણ જાતના કા૨ણ વગ૨, માત્ર પોતાની સત્તા બચાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી. ભારતમાં લોકશાહીના અસ્‍તિત્‍વ સામે ગંભીર પડકાર ઉભો થતાં દેશ હચમચી ગયો હતો. અગાઉના બ્રિટિશકાળની બાહ્ય ગુલામી કરતાં આ આંતરિક સ્‍વદેશી સરકારની ગુલામી વધુ ગૂંગળાવનારી હતી. આ કટોકટીએ દેશને સ્‍તબ્‍ધ બનાવી દીધો હતો. લોકાના મૂળભૂત અધિકારો મિટાવી દેવાયા, અખબારોને ગળાચીપ દેવાઇ, અદાલતોને પાંગળી બનાવી દેવાઇ, સંસદને નિષ્‍ક્રિય બનાવી દેવાઇ,રાષ્‍ટ્રવાદી સંસ્‍થા રા.સ્‍વ.સંઘ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો, વિપક્ષી અને વિરોધી રાજકીય નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા અને  ૬૦ કરોડ લોકોના આઝાદ રાષ્‍ટ્રને રાતોરાત ગુલામીના અંધકારયુગમાં ધકેલી દેવાનું ‘મહાપાપ' આ કોંગ્રેસે કર્યુ હતું.

 રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે કે કટોકટી કાળમાં કોંગ્રેસે નૈતિકતાના અને માનવીય વ્‍યવહારનાં તમામ ધોરણોને નેવે મૂકી દીધાં હતાં. કટોકટી દરમ્‍યાન કોંગ્રેસી સરમુખત્‍યાર શાસકોએ સંઘ જનસંઘના કાર્યકર્તાઓ સાથે જે અમાનવીય વ્‍યવહા૨ અને ઘાતકી જુલ્‍મો આચર્યા હતા તે જોઇને આઝાદી જંગના શહીદોની યાદ તાજી થઇ જાય છે.

તેમણે ઉમેર્યું છે કે જનસામાન્‍ય સુધી કટોકટી દૂર કરી દેશની લોકશાહી બચાવવા માટે  સંઘર્ષનો સંદેશ પહોંચાડવો એ એક પડકાર હતો. કારણ કે, અખબારો ૫૨ કડક સેન્‍સ૨શીપ લાગુ હતી. આ પડકારને પહોંચી વળવા ‘‘ભૂગર્ભ પ્રકાશન''નું હથિયાર કામ આવ્‍યું. અનેક સ્‍વયંસેવકોના ઘેર ગુપ્ત મુદ્રણાલયો ચાલ્‍યાં દેશમાં બધી જગ્‍યાએ બધી જ ભાષામાં જુદા જુદા નામે સાપ્તાહિક, સમાચાર પત્રો, નિયમિતપણે પ્રકાશિત થતાં રહ્યાં. સ્‍વયંસેવકો ગુપ્તપણે, વેશપરિવર્તન કરીને પણ પત્રિકાઓનું વિતરણ કરતા હતા. ઘણીવાર તો ઘાર્મિક પુસ્‍તિકાઓના નામે આવી ગુપ્ત પત્રિકાઓ છપાતી. વિદ્યાર્થીઓ, શ્રમિકો, મહિલાઓ, કિસાનો, પત્રકાર, અધ્‍યાપકો, વકીલો, ઉદ્યોગપતિઓને અપીલ કરતી પત્રિકાઓનું જે તે વર્ગમાં વિતરણ કરાતું. ભૂગર્ભ પ્રકાશન કટોકટી સંઘર્ષયાત્રામાં ખૂબ મદદરૂપ થયું.

કટોકટી દરમ્‍યાન ગુજરાતમાં બાબુભાઇ જશભાઇ પટેલના મુખ્‍યમંત્રી પદ હેઠળની બીન કોંગ્રેસી સરકાર કાર્યરત હતી. ભાજપના પુરોગામી જનસંઘ સહિત અન્‍ય દળની સયુંકત સરકાર ગુજરાત માં શાસન કરી રહી હતી તેથી  કેન્‍દ્ર કોંગ્રેસી સરકાર હોવા છતાં ગુજરાતમાં જ્‍યાં સુધી જનતા-જનસંઘની સરકાર હતી ત્‍યાં સુધી પ્રજાનું કાળી કારમી કટોકટી સામે રક્ષણ કર્યું હતું. કટોકટી  દરમિયાન  મૂલ્‍યનિષ્ઠ રાજનેતાઓ- વિપક્ષીય નેતાઓને જેલ ભેગા કરી દીધા. સરકાર વિરૂધ્‍ધ બોલનારને મીસાના કાળા કાયદા હેઠળ કાળ કોટડીમાં પૂરી દીધા. પોલીસ અને શાસને દેશભરમાં હાહાકાર મચાવી દીધો. આવા સમયે ગુજરાતમાં બીનકોંગ્રેસી સરકાર હોવાથી કટોકટી સામેના આંદોલનનું મુખ્‍ય કેન્‍દ્ર બની ગયું. ગુજરાતમાંથી કટોકટી સાથેના સંઘર્ષ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું. આ વાત ઇન્‍દિરા ગાંધીને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. અંતે લોકો દ્વારા ચૂંટાયેલી બાબુભાઇ જશભાઇ પટેલની સરકારને કલમ ૩૫૬ મુજબ સુ૨૫સીડ કરી નાંખી. કોઇપણ જાતના કારણ વગર બીનલોકશાહી ઢબે લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારને ઘેર બેસાડી રાષ્‍ટ્રપતિ શાસન લાગુ કરી દીધું.

૪૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના વ્‍યક્‍તિઓને કટોકટી એટલે શું તેનો અંદાજ નથી,એટલે કે ચાર દાયકાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જુવાનીયાઓને કટોકટીનો અંદાજ પણ નથી.મીસા હેઠળ પકડાયેલા ક્રાંતિકારીઓ અને તેના પરિવારોની પીડાનો અહેસાસ નથી.આજે સંવિધાનની વાતો કરતી રાજકીય પાર્ટીઓએ સંવિધાનનું રીતસર ચીર હરણ કર્યું હતું.આજે ન્‍યાય તંત્ર ખતરામાં તેવું કહેવાવાળાઓએ ૧૮ જેટલા સિનીયર જજોની કિન્નાખોરી રાખીને બદલી કરી નાખી હતી.દેશની એજન્‍સીઓનો દુરપયોગની વાતો કરતા લોકોએ સરકાર વિરુદ્ધ માત્ર વિચાર કરવાવાળાઓને પણ જેલમાં પુરીને તેની સામે વિવિધ એજન્‍સીઓની તપાસ બેસાડી દીધી હતી.

અઘોષિત સરમુખત્‍યારશાહીનો મતલબ એ છે કે વિરોધ પક્ષ પોતાની વાત રજૂ ન કરી શકે,અખબારો સરકારને પુછયા વગર સમાચારો ન છાપી શકે,કલાકારો સરકારની વાહવાહી ન કરે તો સજા ભોગવે,વેપારીઓને ભાવતાલ અંગે હેરાન કરીને તો ઉઘોગપતિઓને કિન્નાખોરીથી જેલમાં ધકેલી દેવા,ન્‍યાય તંત્રને નિયંત્રમાં લેવું,સરકાર વિરુદ્ધની સંસદની ચર્ચાઓને લોકો સુધી પહોંચાડવા ન દેવી,ગમે ત્‍યારે ગમે તે કાયદાઓમાં સુધારો ઠોકી બેસાડવો,એજન્‍સીઓનો દુરપયોગ કરીને લોકોને હેરાન કરવા આ સરમુખત્‍યારશાહી નથી તો બીજુ શું કહેવાય.

રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે આજે દેશમાં  લોકો માટે અભિવ્‍યક્‍તિ ની સંપૂર્ણ  આઝાદી છે અને આજે દેશ માં લોકતાંત્રિક મૂલ્‍યો ને વરેલી એવી સરકાર છે કે દરેક વ્‍યક્‍તિ પોતાના મૌલિક અવાજને પૂર્ણ સ્‍વતંત્રતા સાથે રજૂ કરી શકે છે. રાજકીય પક્ષોની કરીએ તો ઇમરજન્‍સીની શરૂઆત વિપક્ષના મોટા નેતાઓની મીસા હેઠળ ધરપકડથી થઇ. શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી મોરારજીભાઈ દેસાઇ, શ્રીઅટલ બિહારી વાજપાયીજી, શ્રી લાલકળષ્‍ણ અડવાણીજી જેવા અનેક વરિષ્ઠ આગેવાનો અને શ્રી અરૂણ જેટલીથી લઇને સૌથી નાની વયના વિદ્યાર્થીનેતા શ્રી વિજયભાઈ રૂપાણી જેવા તે સમયના વિધાર્થીકાળના આગેવાનોને પણ છોડવામાં આવ્‍યા ન હતા.જે નેતાઓ કટોકટીના આ કાળા દિવસનો વિરોધ કરે તેને તુરંત જ મીસા હેઠળ પકડી લેવામાં આવતા હતા. જનસંઘના અને જનતા પાર્ટીના નેતાઓ ઠીક પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શ્રી ચંદ્રશેખર, શ્રી કળષ્‍ણકાંત, મોહન ધારિયા,શ્રીમતી લક્ષ્મીકાંતમ્‍મા જેવા સિનીયર નેતાઓને પણ  જેલમાં ધકેલી દીધા હતા. અનેક કેબિનેટ મંત્રીઓની પણ કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરીને જેલમાં ધકેલી દીધા હતાં

(2:13 PM IST)