News of Wednesday, 25th June 2025
રાજકોટ શહેર-જીલ્લાના ર૦ મામલતદારો માટે યુનિ. પાસે પાા કરોડના ખર્ચે અદ્યતન કવાટર્સ બનશે
ડે. કલેકટરો કવાર્ટસ માટે હવે કામગીરી શરૂ:કલેકટરની દરખાસ્તને મહેસુલ ખાતાની મંજુરીઃ હવે માર્ગ-મકાન વિભાગ કાર્યવાહી કરશે

રાજકોટ, તા. રપ : થોડા માસ પહેલા રાજયના મહેસુલ ખાતાએ રાજકોટમાં ૪ કરોડથી વધુના ખર્ચે ડે. કલેકટરોના ૯ કવાટર્સ રાજકોટના યુનિ. રોડ પર યુનિ. પાસે બનાવવા મંજુરી આપી હતી.
આ પછી રાજકોટના તત્કાલીન કલેકટરશ્રી પ્રભવ જોષીએ ઉપરોકત સ્થળ પાસે જ મામલતદારો માટે ર૦ જેટલા અદ્યતન કવાટર્સ બનાવવા અંગે દરખાસ્ત કરી હતી, કલેકટરની આ દરખાસ્ત રાજકોટમાં માર્ગ-મકાન વિભાગે સંપૂર્ણ નકશા-પ્રોજેકટ સાથે સરકારમાં મોકલી આપી હતી.
કલેકટર કચેરીના સુત્રોના ઉમેર્યા પ્રમાણે હવે રાજયના મહેસુલ ખાતાએ મામલતદારો માટે યુનિ. પાસે જ પ.ર૯ કરોડ કે તેથી વધુ અંદાજે પાાકરોડના ખર્ચે ર૦ અદ્યતન કવાટર્સ બનાવવા મંજુરી આપી દીધી છે, આ મંજુરી મળી જતા રાજકોટ માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાઇનલ લે-આઉટ પ્લાન્ટ-ટેન્ડર સહિતની પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરી છે.
(4:17 PM IST)










