<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

‘સમુદ્ર મંથન' એટલે ગુજરાતી રંગભૂમિના દરિયામાં નોખી ભાત ઉપસાવતું વહાણ

વિદેહી એ લાવેલું વીજળી નાટક જેટલું જ અનોખું અન્‍ય નાટક ‘સમુદ્ર મંથન': ટિકિટઃ ૯૦૨૩૨૮૨૪૦૭ અને બુકમાઇશો

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસો થી અમે, વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આગામી ૪થી જુલાઈ એ મંચસ્‍થ થવા જઈ  રહેલા ગુજરાતી નાટક સમુદ્ર મંથન વિષે વાતો કહી રહી છે. આજે વાત કરીએ ૭મેકિંગ ઓફ ધ પ્‍લે- એટલે કે નાટક બનાવવા પાછળ૭ના રિસર્ચ અને મેહનત ની. 

અગાઉ જણાવ્‍યું તેમ નાટક પાછળ ખુબ મોટા સમય માટે રિસર્ચ થયેલું છે. એકસ્ત્રીના ખરાસ્ત્રીત્‍વને ઉજાગર કરતી નાટકની હિરોઈન કબિ આ નાટક નો સૌથી ઉદ્દાત અંશ છે. ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ કે આ કબિ તે આપણા માંડવી બંદરની કબિ મીઠું ખસ્‍તા.  તેણી  પર પુસ્‍તક થયેલું છે. નાટકમાં જે રામપાસા  વહાણ છે, તેના કપ્તાન તરીકે કબિ મીઠુ ની પાછળ સાચે જ પાંચેક વર્ષ ખેપે ગયેલી. ભણેલી અને શિક્ષિકા હતી. હોકાયંત્ર અને દરિયાઈ હવામાન વગેરેનું જ્ઞાન. નાટક નું કથાબીજ હસમુખ અબોટીની વાત માંથી મળ્‍યું.સ્ત્રી-પુરુષ સમાનતાના સંસ્‍કાર પામેલી દેવકીએ નાટક વિકસાવ્‍યું.

નાટક વિકસાવવા પાછળ થયેલી મેહનતની તો અમે અગાઉ વાત કરી જ છે.  આજે વાત કરીએ નાટક ને સ્‍ટેજ પર  જીવંત કરવા પાછળ ની કસબીઓ ની તનતોડ મેહનત અને દૂરંદેશી ની. આ વિષે વાત કરતા નાટક ના દિગ્‍દર્શિકા શ્રી અદિતીબહેન દેસાઈ જણાવે છે કે, સેટ ડિઝાઈનર સુભાષ આશર એ માર્ગદર્શન પૂરું પાડ્‍યું કે તમે વહાણની આખી ફીલિંગ ઉભી કરો અને સ્‍ટેજ પર આખા સમુદ્ર નું દ્રશ્‍ય ખડું કરો. આ જટિલ કામ કરવાનું બીડું અમદાવાદ માં સતીશ ભાઈ સુથાર લીધું&  તેઓ તેમના અનુભવ શેર કરતા જણાવે છે કે, જયારે મને વાર્તા મુજબ સ્‍ટેજ ડિઝાઇન કરવાનું સૂચવવામાં આવ્‍યું ત્‍યારે સૌથી મોટી ચેલેન્‍જ એ હતી કે આ વાત ૧૯૪૦ના દાયકાની આસપાસ ની હતી તે સમયના વહાણની પ્રોપર્ટી ડિઝાઇન કરવા માટે મેં ઘણું રિસર્ચ કર્યું. વધુમાં અમે એવું નક્કી કર્યું કે આખા સ્‍ટેજ ને જ વહાણમાં બદલી દઈએ જેથી કરીને કેરેક્‍ટર્સ ને અભિનય કરવા માટે જગ્‍યા પૂરતી મળી રહે અને વહાણ પણ એવું બનાવ્‍યું કે જે રોટેટ થઇ શકે તેમ હોય.

આ ઉપરાંત સમુદ્ર મંથન એ મ્‍યુઝિકલ નાટક છે. જેમાં ૭ જેટલા ગીતોનો સમાવેશ થાય છે. જેમાંથી બે ગીતો ખુબ જાણીતા લેખક મિહિર ભુતા  દ્વારા લખવામાં આવ્‍યા છે. જયારે બીજા બે ગીતો  દેવકીએ અને એક ગીત ઘનશ્‍યામ ગઢવી દ્વારા લખવામાં આવ્‍યું છે.

સ્‍ટેજ ઉપર મ્‍યુઝિક અને બેકગ્રાઉન્‍ડ ઈફેક્‍ટ દ્વારા સમુદ્રનું વાતાવરણ ઉભું કરવું એ ઘણી મોટી ચેલેન્‍જ હતી. જે કામ મેહુલ ભાઈ સુરતી એ ઘણી જ મેહનત પછી સફળતા થી પૂરું કર્યું છે.

નાટકનો એક માત્ર -યોગ ૪થી જુલાઈ, શુક્રવાર , રાત્રી ના ૯.૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. નાટક ની ટિકિટો ના દર રૂ. ૨૦૦ થી લઇ રૂ. ૭૫૦ સુધી ના છે.  મનગમતી સીટ મેળવવા આજે જ સંપર્ક કરો ૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશો.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના આ પ્રયોગમાં તેમના સદાયના શુભ ચિંતક અને દરેક ડગલે ને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવાર અને સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ નો સહકાર સાંપડ્‍યો છે.  આ ઉપરાંત સમુદ્ર મંથન નાટક ના સપોર્ટર્સ તરીકે -ભુ તોહ બાય -ભુ ગ્રુપ, અદાણી મસાલા , એમજેઆર જ્‍વેલ્‍સ - અક્ષર માર્ગ, સેલસ હોસ્‍પિટલ, સરાઝા હોટેલ અને આપણું રાજકોટ નો પણ સહકાર સાંપડ્‍યો છે.

રાજકોટ વાસીઓ ને આ અદભુત નાટક ની ટિકિટ વહેલી તકે મેળવી લેવા અનુરોધ છે.

(2:11 PM IST)