<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મેટોડામાં તાવ આવ્‍યા બાદ બેભાન થઇ ગયેલા ૧૦ વર્ષના અમિતનું મોત

સારવાર માટે રાજકોટ ખસેડાયો પરંતુ દમ તોડી દીધોઃ પરિવારમાં શોક

 

 

રાજકોટ તા. ૨૭: મેટોડામાં રહેતાં દસ વર્ષના બાળકનું તાવ આવ્‍યા બાદ મોત થયું છે. તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મેટોડા ગેઇટ નં. ૩ એનએસ લેઝર નામના કારખાના પાસે રહેતાં અને કંપનીમાં કામ કરતાં મુળ બિહાર સીતામઢીના માયાભાઇ કાપરના દિકરા અમિત (ઉ.વ.૧૦)ને બે દિવસ પહેલા તાવ આવતાં સ્‍થાનિક ડોક્‍ટર પાસે દવા લીધી હતી. બાદમાં આજે તબિયત વધુ બગડતાં બેભાન હાલતમાં રાજકોટ ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં મેટોડા પોલીસમાં નોંધ કરાવાઇ હતી. મૃત્‍યુ પામનાર અમિત બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. દિકરાના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:00 PM IST)