તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 27th June 2025
રાજકોટના જગન્નાથજી મંદિરે પૂજન બાદ વાજતે ગાજતે શોભાયાત્રા :જુઓ વિડીયો
ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના સુશોભિત રથ સાથે નંદીની વિશાળ પ્રતિમા સહીતના ફલોટે જગાવ્યુ આકર્ષણ સાધુ સંતો દ્વારા હેરતભર્યા પ્રયોગો : રાસ -ધૂનની જમાવટ

રાજકોટ : આજે અષાઢી બીજ નિમિતે દર વર્ષની માફક રાજકોટમાં પણ શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન થયુ હતુ. વહેલી સવારે નાનામૌવા મોકાજી સર્કલ પાસે આવેલ શ્રી જગન્નાથજી મંદિરે પૂજા અર્ચનાથી અષાઢી બીજ મહોત્સવનો આરંભ થયો હતો. રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજી જાડેજાના હસ્તે પહીંદવિધિ કરાવાયા બાદ ભગવાનની નગરયાત્રા માટે સુશોભિત રથને પ્રસ્થાન કરાવાયુ હતુ. આ પ્રસંગે કુંવરશ્રી જયદીપસિંહજી જાડેજા, પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા, નીતીનભાઇ ભારદ્વાજ તેમજ નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીના જય જયકારથી માહોલ ધર્મમય બનાવી દેવાયો હતો. શ્રી જગન્નાથજી, શ્રી બલરામજી અને શ્રી સુભદ્રાજીને સુશોભિત રથમાં બિરાજમાન કરી રથયાત્રાનો આરંભ કરાવવામાં આવેલ. જે શહેરના નિયત રૂટ ઉપર ફરશે. આ રથયાત્રામાં રાધાકૃષ્ણ અને હનુમાનજીના જીવંત પાત્રો ઉપરાંત વિશાળ નંદીની પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યુ છે. સાધુ સંતો દ્વારા પણ હેરતભર્યા પ્રયોગો રજુ કરવામાં આવી રહ્યા છે. તો રાસ મંડળીઓએ ધૂન કિર્તનની રંગત જમાવી હતી. નાનામવા સર્કલથી નિકળેલ રથયાત્રા યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, કિશાનપરા ચોક, સદરબજાર, ત્રિકોણબાગ, સાંગણવાચોક, પેલેસ રોડ, કેવડાવાડી, સોરઠીયાવાડી, દેવપરા, સહકાર મેઇન રોડ, પી.ડી.એમ. કોલેજ, મવડી રોડ, રાજનગર ચોક થઇ નાનામૌવા સર્કલ પાસે નીજ મંદિરે સાંજે પૂર્ણ થશે. દરમિયાન મધ્યાહને બપોરે ૧ વાગ્યે શ્રી માંધાતાસિંહજીના પેલેસ ખાતે ભકતજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ હતી. રથયાત્રા પૂર્વે થયેલ પૂજન અર્ચન તેમજ નિયત રૂટ ઉપર પસાર થઇ રહેલ રથયાત્રાની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨
(2:42 PM IST)










