News of Friday, 27th June 2025
મહિકામાં ૩૦ કરોડની જમીન ઉપર ર૦૦ પાકા મકાનો બની ગયાઃ ૮ વર્ષથી જબરૂ દબાણ
તાલુકા મામલતદારે નોટીસો ફટકારી તમામ કેસો ચાલ્યા બાદ ઓપરેશન

રાજકોટ, તા. ર૭: રાજકોટ તાલુકા મામલતદારે વધુ એક વખત આકરૂ પગલુ લઇ ૧પ૦ થી ર૦૦ દબાણકારોને દબાણો દુર કરવા નોટીસો આપી કેસો ચલાવવાનું શરૂ કર્યુ છે, અનેક કેસમાં હુકમો થઇ ગયા છે, અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે તમામ કેસો ચાલ્યા બાદ ઓપરેશન હાથ ધરાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અંદાજે ૩૦ કરોડથી વધુની ૪ થી પ એકર જમીન ઉપર ૧પ૦ થી ર૦૦ જેટલા પાકા મકાનો બની ગયા છે, અહિં તમામ પ્રકારના લોકો રહેતા હોવાનું ખુલ્યું છે.
મામલતદાર તંત્રની તપાસમાં સરકારી ખરાબો સર્વે નંબર ર૮૩/૧, ની જમીન હોવાનું અને કોઇએ જમીન દબાવી, પ્લોટ પાડી વેચાણ કર્યુ છે કે તે અંગે તપાસ ચાલી રહી છે, તાલુકા મામલતદાર શ્રી મકવાણા હાલ તમામ કેસો અંગે સૂનાવણી કરી રહયા છે
(2:52 PM IST)










