News of Friday, 27th June 2025
વોર્ડ ઓફીસે આધારકાર્ડની કામગીરી થશે
નવા -અપડેટ માટે ૧૦:૩૦થી૪ પ્રથમ ૩૦ ટોકન આપશે

રાજકોટઃ તા.૨૭: રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસતા શહેરીજનોને તેના ઘરની નજીકના સ્થળે આધારની કામગીરીની સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે માટે મહાનગરપાલિકાનાં તમામ વોર્ડની મુખ્ય ઓફિસે આધાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. ુ આધાર કેન્દ્ર ખાતે આ મુજબ કાર્યપદ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે તેની નકલ આ સાથે સામેલ રાખી મોકલેલ છે.
શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૮નાં આધાર કેન્દ્ર ખાતે સુધારા-વધારા(અપડેટ-નવા)માટેની કામગીરીનો સમય ૧૦-૩૦ થી ૦૪-૦૦ કલાક સુધીનો રહેશે.
વોર્ડ નંબર ૧ થી ૧૮ના આધાર કેન્દ્રો તેમજ ઝોન ઓફીસ ખાતે જાહેર હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર સવારના ૧૦-૩૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધીના સમયે સૌ પ્રથમ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ટોકન આપવામાં આવશે તેમજ પ્રત્યેક આધાર કીટ દીઠ ૩૦ ટોકન આપવામાં આવશે.
વોર્ડ નંબર ૧ થી ૧૮ના આધાર કેન્દ્રો ખાતે બપોરના ૦૪-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન ૦ થી ૧૭ વર્ષ સુધીના વયના લોકો માટે ફક્ત નવા આધાર કાર્ડની-આધાર સ્ટેટસ તેમજ અન્ય ટેકનીકલ કામગીરી હાથ ધરવામાં આવશે.
જે દિવસે આધાર ઓપરેટર રજા પર હશે તે દિવસે તે વોર્ડ ખાતેની આધારની કામગીરી બંધ રહેશે તેમજ આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફીસ ખાતેની મુલાકાત લઇ આધારની કામગીરી કરાવી શકાશે. (૩.૧૪)
(3:03 PM IST)










