<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજકોટ જિલ્લામાં ડી.ડી.એ. અને શિક્ષણાધિકારીની હાજરીમાં શાળા પ્રવેશોત્‍સવ

રાજકોટઃ રાજય સરકારના કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ અંગર્તત જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ જસદણ તાલુકાની ગઢડિયા ખડવાવડી અને કનેસરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલ. ડી.ડી. ઓ.એ. શાળા વ્‍યવસ્‍થાપન સમિતિના સભ્‍યો સાથે સંવાદ કર્યો હતો. ભાડવા તાલુકા શાળા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અશોક વાણવી વગેરેએ હાજરી આપી વિદ્યાથીઓને શાળા પ્રવેશોત્‍સવ કરાવ્‍યો હતો. 

(3:22 PM IST)