News of Friday, 27th June 2025
ગ્રાહક સુરક્ષા મંડળની સામાન્ય સભા

તાજેતરમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની સામાન્ય સભા મળી હતી. સભાની શરૂઆતમાં બોલતા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ચીફ કોઓર્ડિનેટર એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ જણાવ્યું હતું કે આજની તાતી જરૂરિયાત પર્યાવરણ બચાવવાની તથા માનવ જીવન અને જીવસળષ્ટિ બચાવવાની છે. આ તકે તેઓએ ખાદ્ય પદાર્થો અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ ખતરારૂપ હોવાનું પણ જણાવ્યું હતું. ડો. રમેશભાઈ ભાયાણી અને ધનસુખભાઈ વોરાએ ગ્રાહકોને જાગળત થવા અપીલ કરી હતી. મંડળના ખજાનચી એડવોકેટ વામનભાઈ પંડ્યાએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા. અંતમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણીએ અધ્યક્ષસ્થાનેથી બોલતા વર્ષ દરમિયાન થતા ગ્રાહક જાગળતિ અંગેના કાર્યક્રમો અને ભવિષ્યમાં મંડળ દ્વારા ચલાવવામાં આવનાર અભિયાન અંગે વિસ્તળત જાણકારી આપી સૌના સાથ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. સભાનું સંચાલન મહામંત્રી આર વી સોલંકીએ તથા આભારદર્શન મંડળના ઉપપ્રમુખ જયવંતભાઈ ચોવટીયાએ કરેલ હતું. સભાની સુંદર વ્યવસ્થા કાર્યવાહક મંત્રી ભાવેશભાઈ આચાર્ય સાથે ઙ્કકાશભાઈ મોરી, સતીષભાઈ જોષી અને ધર્મેન્દ્રભાઈ ગઢવીએ સંભાળી હતી. જ્યારે વરસાદી માહોલને અનુરૂપ ભોજનની સુંદર વ્યવસ્થા ગ્રાહક સુરક્ષા સંગઠન રાજકોટના પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી, ગોપીભાઈ પટેલ તથા તેમની ટીમે કરી હતી. કાર્યક્રમમાં એડવોકેટ અશોકભાઈ બાણુંગારિયા, હિનાબેન કનેરિયા, રશીદભાઈ કાઝી, ગજેન્દ્રસિંહ ઝાલા, ડો.જયદિપસિંહ ડોડીયા, ડો.કિશોરભાઈ રાઠોડ, એડવોકેટ એ.વી.જોષી, મનસુખભાઈ કનેરિયા, પૂર્વ પ્રિન્સીપાલ રસીકભાઈ નિમાવત, રાજેશભાઈ ભાતેલીયા, પ્રભાતભાઈ જાદવ, જીતુભાઈ લખતરીયા, વિરલભાઈ ડાભી, મધુરિકાબેન જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(3:40 PM IST)










