<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

વેગડ અને ટીલાળા ચોકડીએ ૬.૫૧ કરોડના ખર્ચે સીસીરોડ બનશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

 

રાજકોટ, તા.,૨૭ : શહેરમાંથી વર્ષો પહેલા અનેક વોકળાઓ પસાર થઇ રહ્યા હતા. જે સમય જતા બૂરી દેવામાં આવ્‍યા છે. અથવા તેના ઉપર રોડ બનાવી દેતા ચોમાસા દરમિયાન મોટાભાગના મુખ્‍યમાર્ગો ઉપર હવે વોકળા વહેતા જોવા મળે છે. તેના લીધે કોર્પોરેશનને દર વર્ષે કરોડો રૂપિયાનું રોડ રી-કારર્પેટ કરવા આધાણ કરવુ પડી રહ્યુ છે. જેમાં હવે હાલમાં ટ્રાફિકથી ધમધમતા થયેલ વેગડ અને ટીલાળા ચોકડીએ પણ આ પરીસ્‍થિતી સર્જાતા રોડ ધોવાય જવાની ઘટનામાં વધારો થતા બંને ચોકડીએ સીસીરોડ બનાવા માટે રૂા.૬.૫૧ કરોડનું ટ્રેન્‍ડર પ્રસિદ્ધ કર્યુ છે.

શહેરનો વ્‍યાપ વધતા વાહનોની સંખ્‍યામાં સતત વધારો જોવા મળી રહયો છે. જેના લીધે મહાનગર પાલિકાએ નવા રીંગરોડને કાર્યરત કર્યો છે. પરંતુ ટીપી સ્‍કીમોને મંજૂરી આપયા બાદ રોડ રસ્‍તા બનાવતી વખતે વોકળાઓ ઉપર રોડ બની જતા તેમજ દબાણો થઇ જતા નવા રાજકોટમાં પણ દર ચોમાસે પૂરની સ્‍થિતી જોવા મળી રહી છે જેના લીધે સતત ટ્રાફિકથી ધમધમતા વેગડ સર્કલ અને ટીલાળા સર્કલે પાણી ભરાવવાની તેમજ રોડ રસ્‍તા તુટવાની ઘટના દર વર્ષે બનવા લાગી છે. વેગડ ચોકડીથી ટીલાળા ચોકડી સુધીનો રોડ વારંવાર ચોમાસા દરમિયાન ધોવાય જતો હોય મહાનગર પાલિકાએ અન્‍ય વોકળારોડની માફક સીસીરોડ બનાવવાનું નિર્ણય લઇ બંન્ને ચોકડીએ તેમજ લાગુ રોડ સુધીનો સીસીરોડ બનાવવા માટે ટ્રેન્‍ડર પ્રસિદ્ધ કર્યુ છે. પ્રથમ વેગડ ચોકડીએ ત્‍યારબાદ ટીલાળા ચોકડીએ રૂા.૬.૫૧ કરોડના ખર્ચે સીસીરોડ બનાવવામાં આવશે તેમજ બંન્ને સર્કલ  પરથી પસાર થતા વરસાદી પાણીના વહેણના નીકાલ માટે વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે.

(3:47 PM IST)