તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 27th June 2025
રાજકોટની વિદ્યાર્થીની શિવાલી દવે નિર્મિત પરબધામની ડોકયુમેન્ટરીનુ કરસનદાસ બાપુના હસ્તે લોકાર્પણ

રાજકોટઃ ગીરનારની ગોદમાં ભેંસાણ ગામ નજીક રકતપિતિયાઓની સેવા કરનાર સંત દેવીદાસ બાપુના પરમ પવિત્ર પરબધામની ખ્યાતિ તો આજે દેશ વિદેશમાં છે. પરંતુ પરબધામના ઇતિહાસથી આજ સુધીની પ્રેરક સફરને એક જ મણકામાં વણી લઇ તેના વિષે એક ડોકયુમેન્ટ્રી બનાવવાનો વિચાર રાજકોટની શિવાલી દવેને આવ્યો હતો. શિવાલીએ પરબધામના કરસનદાસ બાપુના આશિર્વાદથી આ ડોકયુમેન્ટ્રી બનાવી. જેનું અષાઢી બીજના પવિત્ર દિવસે સંત કરસનદાસ બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
પરબધામની ડોકયુમેન્ટ્રીમાં સંત દેવીદાસે રકતપિતિયાઓની સેવા માટે આશ્રમની સ્થાપના કરી ત્યારથી અમર મા અને સેવાની આ પરંપરાના યજ્ઞને આગળ વધારના સંતોની સેવા કથા સાથે કરસનદાસ બાપુના કાળમાં પરબધામના થયેલા વિકાસને વણી લેવાયો છે. આ ડોકયુમેન્ટ્રી નિહાળી કરસનદાસ બાપુએ શિવાલી દવેને આશિર્વાદ પાઠવ્યા હતાં. આજના યુવક -યુવતીઓ ફિલ્મ અને પヘીમી સંસકળતિના પ્રવાહમાં તણાઇ જાય છે ત્યારે શિવાલીને સનાતન ધર્મ અને સૌરાષ્ટ્રની ધરતીમાં ધરબાયેલા ઓલિયાઓની સેવાના પ્રેરક ઇતિહાસ અને તેના વર્તમાનને ઉજાગર કરવામાં રસ પડયો તે બદલ શિવાલી અને તેના માતા પન્નાબેન અને પિતા રાકેશભાઇ દવેએ કરેલા સંસ્કાર સિંચનને પણ બિરદાવ્યા હતાં.
શિવાલી દવેએ આ પૂર્વ ખોડલધામ કાગવડ સહિત અનેક ધર્મસ્થાનો અને પ્રવાસન સ્થળોની ડોકયુમેન્ટ્રી બનાવી છે. વિદેશના કેટલાંક પ્રવાસન સ્થળોનો પણ તેમાં સમાવેશ થાય છે.
શિવાલી દવેએ બનાવેલી પરબધામની આ ડોકયુમેન્ટ્રી યુ ટયુબ shivalidave Gujarat https://youtu.be/2qhDj84aoWs?si= U6WeX_yXqRsfirEv લીંક ઉપર જોઇ શકાશે.
(4:00 PM IST)










