News of Friday, 27th June 2025
બ્રેઇન એન્ડ બ્યુટી કલબની સ્થાપના સાથે કાલે બહેનો માટે સેલ્ફ ગ્રુમીંગ ફેશન શો

રાજકોટ તા. ૨૭ : લેડીઝ અને યંગ જનરેશનને તદન નવા કન્સેપ્ટ પુરા પાડવાના હેતુથી રઘુવંશી મહિલા અગ્રણી અવની બગડાઇ દ્વારા બ્રેઇન એન્ડ બ્યુટી કલબની સ્થાપના કરવામાં આવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ કલબ શરૂ કરવાનો ઉદેશ્ય દીકરીઓ તેમજ મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો છે. કલબ દ્વારા વિવિધ રોજગારલક્ષી પ્રવૃત્તિ કરાવાશે. મહીલા સશક્તિ કરણના કાર્યો આ કલબ કરશે.
આ કલબમાં પ્રેસીડેન્ટ અવની બગડાઇ (મો.૯૭૨૩૬ ૫૯૭૩૯) સાથે નીલાબેન લાખાણી, વાઇસ પ્રેસીડેન્ટ, વૈશાલીબેન આશર, ભાટીયા જ્ઞાતિ અગ્રણી તેમજ મીનાબેન શર્મા, કોમલબેન કારીયા, રઘુવંશી મહીલા અગ્રણી, રસીલાબેન લીંબાસીયા, અલ્કાબેન ખગ્રામ, મીનાબેન સરવૈયા, રાધિકાબેન સરવૈયા સેવા આપશે.
બ્રેઇન એન્ડ બ્યુટી કલબનો પ્રથમ પ્રોગ્રામ લેડીઝ સેલ્ફ ગ્રુમીંગ ફેશન શો કાલે તા. ૨૮ ના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ યોજેલ છે. કોહીરા ડાયમંડના ઓનર હેમાંશુભાઇ રૂપારેલીયાનો સહયોગ મળેલ છે.
ઉલ્લેખનીય છે કે કલબની સ્થાપના કરનાર અવનીબેન બગડાઇ ૧૮ વર્ષથી બ્યુટીશીયન ક્ષેત્રે કાર્યરત છે. પ્રોફેશ્નલી ઇવેન્ટ, બ્યુટીશીયન તેમજ ડેસ્ટીનેશન વેડીંગ તરીકે રાધીકા મેકઓર નામે સલુન ઢેબરરોડ, ધર્મજીવન સોસાયટી ખાતે ચલાવે છે. ઘણા સમુહલગ્નમાં દીકરીઓને બ્રાઇડની નિઃશુલ્ક સેવા આપી ચુકયા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અવનીબેન બગડાઇ, નિલાબેન લાખાણી, વૈશાલીબેન આશર, અલ્કાબેન ખગ્રામ, મીનાબેન સરવૈયા, રાધીકાબેન સરવૈયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










