<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સમર્પણ યંગ ગ્રુપ દ્વારા વિજયભાઇ રૂપાણી સહિતના દિવંગતોને શ્રધ્‍ધાસુમન

 

રાજકોટઃ સમર્પણ યંગ ગ્રુપ દ્વારા તા. ૧ર જુનની અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા સર્વે લોકોના આત્‍માને શાંતિ માટે રંગીલા ધૂન મંડળના સંગાથે ધૂન-ભજન, કરૂણ ગીતો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવેલ કાર્યક્રમ તા. રપની રાત્રે સંત કબીર રોડ પર યોજાયેલ. રાજકોટના વિજયભાઇ રૂપાણી (પૂર્વ મુખ્‍યમંત્રી), નરસીભાઇ સગપરિયા, મુકતાબેન ડાંગર વગેરેને શ્રધ્‍ધાંજલી અપાયેલ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડિયા ઉપસ્‍થિત રહેલ. આયોજન માટે ગ્રુપના વિનોદભાઇ ચોટલિયા (પ્રમુખ) તથા કુણાલ સંચાણિયા, ચેતન ઉધાડ, હિરેન મેવાડા, વિરાજ ગઢિયા, ઘનશ્‍યામ આસોડિયા, હિરેન ચોટલિયા, ભરત ચોટલિયા, રાહુલ ઢોલરિયા, ગોપાલ ફીચડિયા, દિનેશ રાઠોડ, વિનોદ માલકિયા, વિનોદ પેઢડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:49 PM IST)