<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મોબાઇલની લત્તને કારણે માનસિક બિમારી લાગુ પડીઃ ૨૫ વર્ષના અશોકે આપઘાત કર્યો

માનસિક બિમારીની દવા ચાલુ હતી તે વધુ પડી લેતાં સારવારમાં મોતઃ આજીડેમ ચોકડી રામેશ્વર પાર્કનો બનાવઃ ગઢાદરા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: મોબાઇલ ફોનની લત્તને કારણે એક યુવાન માનસિક બિમાર થઇ જતાં બિમારીની વધુ પડતી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પચ્‍ચીસ વર્ષના યુવાનને બે વર્ષ પહેલા સતત મોબાઇલ ફોનમાં વળગી રહેવાને કારણે માનસિક તકલીફ થઇ જતાં બે વર્ષથી તેની આ બિમારીની દવા ચાલુ હતી. કંટાળીને તે વધુ પડતી દવા પી જતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી પાસે રામેશ્વર પાર્ક-૧ના ખુણે રહેતો અશોકભાઇ ગોવિંદભાઇ ગઢાદરા (ઉ.વ.૨૫) નામનો યુવાન ગત ૨૧/૬ના સાંજે પાંચેક વાગ્‍યે તેની માનસિક બિમારીની દવા ચાલુ હતી તે વધુ પડતી પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરાયો હતો. દરમિયાન આજે આ યુવાને સારવારમાં દમ તોડી દીધો હતો. બનાવની જાણ સિવિલ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર અશોકભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેને બે વર્ષથી માનસિક બિમારી હતી. તેના બહેનના કહેવા મુજબ અશોકભાઇ અગાઉ મજુરી કરતો હતો. પણ બે વર્ષ પહેલા તે સતત મોબાઇલ ફોનમાં વળગી રહેતો હોઇ તેના કારણે માનસિક અસ્‍વસ્‍થ થઇ જતાં કામ પણ કરી શકતો નહોતો. આ બિમારીની તેની દવા ચાલુ હોઇ કંટાળી જઇ આ દવાનો વધુ ડોઝ લઇ લીધો હતો. સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

(3:52 PM IST)