<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

રાજલક્ષ્મી સોસાયટીમાં નિવૃત એસટી ડ્રાઇવરનું હાર્ટએટેકથી મૃત્‍યુ

 

રાજકોટ તા. ૨૮: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ છે. મોરબી રોડ નાની ફાટક પાસે રાજલક્ષ્મી એવન્‍યુ પાર્ટ-બી, શેરી નં. ૫ બ્‍લોક નં. ૧૩માં રહેતાં કાંતિભાઇ લીંબાભાઇ ઠેસીયા (ઉ.વ.૭૧) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર કાંતિભાઇ નિવૃત એસટી ડ્રાઇવર હતાં. તેઓ બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:00 AM IST)