તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Saturday, 28th June 2025
પત્નિની કેન્સરની સારવારમાં પાંચ લાખનું દેણું થતાં અમિતભાઇએ એસિડ પી લીધું
ઘણી સારવાર છતાં પત્નિનો જીવ બચી શક્યો નહોતો

રાજકોટ તા. ૨૮: નાના મવા રોડ વિશ્વનગર આવાસ યોજના ક્વાર્ટર બી-૨૭ ખીજડાવાળા રોડ પર રહેતાં અમિતભાઇ મનુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૯) નામના યુવાને સવારે ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
અમિતભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તે એક બહેનથી નાના છે અને સંતાનમાં એક દિકરી છે. પત્નિ સોનલબેનનું ગયા મહિને કેન્સરની બિમારીથી મૃત્યુ થયું છે. પત્નિની આ બિમારીની સારવાર પાછળ પાંચેક લાખનું દેણું થઇ ગયું હોઇ તેના ટેન્શનમાં અને પત્નિના વિયોગમાં આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું.
(3:26 PM IST)










