<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

મોચી બજાર જુની કોર્ટ પાસે અજાણી મહિલાનું વિજકરંટ લાગવાથી મોત

વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૨૮: મોચી બજાર જુના કોર્ટ બિલ્‍ડીંગ નજીક પોસ્‍ટ ઓફિસ પાસે મોડી રાતે અજાણી આશરે ૪૦ થી ૪૫ વર્ષની મહિલાને વિજકરંટ લાગતાં મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ થતાં ૧૦૮ પહોચી હતી તેના તબિબ હિતેષભાઇ ધાંધલાએ તેણીને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. પ્રતાપભાઇ કામળીયાએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મહિલાએ લાલ રંગની સાડી અને પીળી ડીઝાઇનનું બ્‍લાઉઝ પહેરેલા છે. તેની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ અથવા પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં સંપર્ક કરવો. વધુ તપાસ જ્‍યુબીલી ચોકીના પીએસઆઇ ચલાવી રહ્યા છે. 

(3:26 PM IST)