તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Saturday, 28th June 2025
પક્ષઘાતના જીવલેણ હુમલાના દર્દીની સફળ સારવાર કરતા ડો. ગૌરાંગ વાઘાણી
મગજની મુખ્ય નળી બ્લોક થવાથી : Mechanical Thrombectomy (MT) પદ્ધતિ તાર દ્વારા બ્રેઈનને ઓપન કર્યા વિના અત્યાધુનિક એન્ડોવાસ્કયુલર પદ્ધતિથી દર્દીને ર્સ્ટલીંગ હોસ્પિટલમાં નવજીવન આપ્યું

સ્ટલીઁગ હોસ્પીટલ ખાતે પક્ષઘાતના હુમલામાં એક દર્દીને નવજીવન મળ્યું પત્રકાર પરીષદમાં માહિતી આપતા જાણીતા ન્યુરો સર્જન ડો. ગૌરાંગ વાઘાણી, ડો. મિતુલ કાસુન્દ્રા, ડો.સારીકા પાટીલ, ડો. હેતલ વડેરા સહિતના નજરે પડે છેે (તસ્વીર અભિજીત બગથરીયા)
રાજકોટઃ રાજકોટની ર્સ્ટલિંગ હોસ્પિટલમાં પક્ષઘાતનો હુમલો આવતા ગંભીર હાલતમાં દાખલ થયેલા દર્દીને ડો. ગૌરાંગ વાઘાણીએ નવજીવન આપ્યું હતું. દર્દી અચાનક તેના ઘરે બેભાન થઈ ગયા હતા અને બાદમાં સબંધીઓએ તેને ર્સ્ટલિંગમાં દાખલ કરતા, તેનું નિદાન ૨૪ કલાક કાર્યરત સ્ટ્રોક રેડી સેન્ટર ખાતે શરૂ કરાયું હતું. જ્યાં તેનું MRI કરતા સામે આવ્યું કે નાના મગજની નળી બ્લોક થઈ ગઈ હતી. ર્સ્ટલિંગના મેડિકલ સ્ટાફ દ્વારા પરિવારની સંમતિ લીધા બાદ ડો. ગૌરાંગ વાઘાણીએ તાત્કાલિક (MT) સારવાર શરૂ કરી બ્રેઈનને ઓપન કર્યા વિના અત્યાધુનિક એન્ડોવાસ્કયુલર પદ્ધતિથી સફળતા પુર્વક સારવાર આપી હતી.
પત્રકાર પરીષદમાં ડો. ગૌરાંગ વાઘાણી જણાવે છે. અત્યારે લોકોની બદલાતી જીવનશૈલીના કારણે માનવ શરીર રોગોનું ઘર બની ગયું છે. જેમાં નાની ઉંમરે જ હૃદયરોગ, પક્ષઘાતના હુમલા અને કેન્સર જેવી બીમારીઓનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધી ગયો છે. લોકો આ ગંભીર બીમારીઓના શિકાર થઈ રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આખા વિશ્વમાં સૌથી વધુ મોત જો કોઈ બીમારીથી થયા હોય તો પક્ષઘાતના હુમલા આ યાદીમાં બીજા ક્રમાંકે આવે છે. જ્યારે ભારતમાં આના આંકડાઓની તુલના કરીએ તો અહીં પક્ષઘાતના હુમલાથી મળત્યુદર ચોથા નંબરનું મુખ્ય કારણ છે. સમગ્ર દુનિયામાં ૫૫ લાખ લોકો પક્ષઘાતના હુમલાના લીધે મળત્યુ પામે છે. ધુમ્રપાન, હાઇબ્લડપ્રેશર, ઓબેસિટી, ડાયાબિટીસ એ પેરાલિસીસના મુખ્ય કારણોમાંથી એક છે. જોકે પક્ષઘાતના હુમલામાં જે દર્દીનો જીવ બચી જાય છે તે પણ કાયમી ધોરણે અપંગતાથી જીવનભર પીડાતા હોય છે.
આવી જ એક ઘટના પર નજર કરીએ તો પક્ષઘાતના હુમલાથી સુરેશભાઈ આડેસરાની નાના મગજની લોહીની નળી બંધ થઈ ગઈ હતી. જેના લીધે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેવામાં સુરેશભાઈના સંબંધીઓએ તેમને તાત્કાલિક ધોરણે ર્સ્ટલિંગમાં ૨૪ કલાક કાર્યરત સ્ટ્રોક રેડી સેન્ટર લઈ ગયા હતા. અહીં ન્યૂરોલોજિસ્ટ ડો. મિતુલ કાસુન્દ્રાએ તેમનું નિદાન શરૂ કરી અને MRI કરીને બ્લડ ફ્લો કયાં ઓછો થઈ ગયો છે એ જાણ્યું અને પક્ષઘાતના હુમલાની આગળની સારવાર શરૂ કરેલ હતી.
દર્દીની ગંભીર હાલત અને ‘‘ગોલ્ડન અવર''ની નાજુકતાને પારખીને, ર્સ્ટલિંગ હોસ્પિટલની ન્યુરો ટીમે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. ન્યૂરો અને સ્પાઈન સર્જરી વિભાગના ડિરેક્ટર ડો. ગૌરાંગ વાધાણીએ, તેમની બહોળી કુશળતા અને અનુભવના આધારે, પરિવારને પરિસ્થિતિની ગંભીરતા અને તાત્કાલિક જીવનરક્ષક ઓપરેશન મિકેનિકલ થ્રોમ્બેકટોમી (MT) ની અનિવાર્યતા વિગતવાર સમજાવી. પરિવારની સંમતિ મળતાની સાથે જ, ડો. ગૌરાંગ વાઘાણીએ કેથલેબમાં અત્યાધુનિક મિકેનિકલ થ્રોમ્બેકટોમી (MT) પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. આ અત્યાધુનિક
એન્ડોવાસ્કયુલર પદ્ધતિમાં, મગજને ઓપન કર્યા વિના, એક ઝીણા તાર દ્વારા અવરોધિત નળીમાંથી લોહીના ગઠ્ઠાને અત્યંત ચોકસાઇપૂર્વક દૂર કરવામાં આવ્યો. અંદાજિત ૧.૫ કલાકની આ જટિલ અને સફળ સર્જરીમાં, ૯૦% થી વધુ બ્લોકેજ ધરાવતી નળીમાં બે સ્ટેન્ટ (STENT) પણ મૂકવામાં આવ્યા, જેનાથી મગજમાં લોહીનો પ્રવાહ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થયો.
આヘર્યજનક રીતે, સારવારના માત્ર બે થી ત્રણ કલાકમાં જ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર અને ચમત્કારિક સુધારો જોવા મળ્યો. દર્દીએ ગુમાવેલી ગતિશીલતા પાછી મેળવવાનું શરૂ કર્યું. બે થી ત્રણ દિવસમાં તેમને ICUમાં વેન્ટિલેટર પરથી હટાવી દેવાયા, અને ૭ થી ૮ દિવસમાં સુરેશભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈને રજા મેળવી શકયા. આ સફળતા ર્સ્ટલિંગ હોસ્પિટલના સ્ટ્રોક રેડી સેન્ટરની અદભુત કાર્યક્ષમતા અને ડો. ગૌરાંગ વાઘાણીના નેતળત્વ હેઠળ મળતી અત્યાધુનિક સારવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ડો. ગૌરાંગ વાઘાણીએ દિલ્હીની વિશ્વ વિખ્યાત ઇન્સ્ટિટયૂટમાંથી ન્યુરોસર્જરીનું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે. તેઓ મગજની ગાંઠો, માથામાં ઇજા , તેઓએ દૂરબીનથી થતી મણકા અને કરોડરજ્જુ, સ્પાઈન ટ્રોમા, બ્રેકિઅલ પ્લેક્સસ અને પેરીફેરલ નર્વ ઇન્જરીઝ જેવી અતિજટિલ સર્જરીમાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી છે. તેઓએ દક્ષિણ કોરિયાની સેન્ટ મેરી હોસ્પિટલમાંથી એન્ડોવાસ્કયુલર ન્યુરોસર્જરીમાં વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી છે. ડો. ગૌરાંગ વાઘાણી વિવિધ ન્યુરો-એન્ડોસ્કોપિક અને ન્યુરો-એપીલેપ્સી સર્જરીમાં પણ વિશાળ અનુભવ ધરાવે છે.
ર્સ્ટલિંગ હોસ્પિટલ, રાજકોટ ખાતે સ્ટ્રોક યુનિટ છેલ્લા ૯ વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે અને આજદિન સુધી સ્ટ્રોકના અનેક દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપીને તેમને નવજીવન આપવા સ્ટ્રોક યુનિટ સફળ સાબિત થયું છે. સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ન્યુરોફિઝીશ્યન્સ ડો. સારિકા પાટીલ (એસોસિયેટ ડિરેક્ટર - ન્યુરોફિઝિશિયન), ડો. મિતુલ કાસુન્દ્રા (કન્સલ્ટન્ટ, ન્યુરોફિઝિશિયન), ડો. રોશન મિષાી (કન્સલ્ટન્ટ, ન્યુરોફિઝિશિયન) ની ટીમ, ન્યુરોસર્જન્સ ડો. ગૌરાંગ વાઘાણી (ડિરેક્ટર-ન્યુરો અને સ્પાઈન સર્જરી વિભાગ), ડો. મયંક વેકરીયા (કન્સલ્ટન્ટ, ન્યુરો અને સ્પાઈન સર્જરી વિભાગ), ન્યુરોએન્ડોવાસ્કયુલર સ્પેશ્યાલીસ્ટ, એનેસ્થેટિસ્ટ ડો. હેતલ વડેરા (ચીફ એનેસ્થેટિસ્ટ), ઈન્ટેન્સીવીસ્ટ, રેડિઓલોજીસ્ટ અને તાલીમબદ્ધ ફિઝિયોથેરાપીસ્ટ સાથે આ યુનિટ 24x7 , કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક નિદાન અને સારવાર પૂરી પાડે છે.
(3:54 PM IST)










