<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

‘અજીબ દાસ્‍તા હૈ યે...' કાલે લાઇવ સંગીત સમારોહ

અમદાવાદના ડો. પાયલ વખારિયા અને મનદીપ દેવાશ્રયી શ્રોતાઓને ડોલાવશે : ધારાશાસ્ત્રી આસીત સોનપાલ કંઠનો જાદુ રેલાવશે : એન્‍કરીંગ મીનલ સોનપાલ સંભાળશે : સપ્‍તસુર ગ્રુપ યોજીત આ કાર્યક્રમમાં તબલા પર બાળક કલાકાર ઇશિત કાનાણી પરફોર્મ કરશે : બુકીંગ ચાલુ

રાજકોટ તા. ૨૮ : જાણીતા ધારાશાસ્ત્રી  નોટરી દંપતી આસિત સોનપાલ તથા મીનલ સોનપાલ દ્વારા ચાલતા સપ્તસુર ગ્રુપ બેનર હેઠળ સુંદર લાઇવ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાલે તા. ૨૯ ના રવિવારે રાત્રે ૯.૧૫ વાગ્‍યે હેમુગઢવી હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં લેજેન્‍ડરી સિંગર્સ મહમદ રફી સાહેબ, કિશોરકુમાર, લતા મંગેશકર, આશાજી, મહેન્‍દ્ર કપૂરજીના યાદગાર ગીતોની સજાવટ કરશે ગુજરાત તેમજ ભારત સાથે અન્‍ય દેશોમાં પોતાની આગવી કલાના કામણગારી કંઠ જેમણે પાથર્યા છે તેવા અમદાવાદના ડોક્‍ટર પાયલ વખારિયા.

તેમની સાથે યાદોની મહેફિલમાં રંગ ઉમેરવા અમદાવાદથી મનદીપ દેવાશ્રયી જેવો એ સંગીત વિદ્યાને ગ્રહણ કરીને પોતાના કંઠને પીરસવાં આવી રહ્યા છે. રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે આ બંને કલાકારો ધૂમ મચાવશે

અને સાથે જેવોએ સંગીતને આત્‍મસાત કરેલ છે અને જેઓને કીબોર્ડ, ગિટાર, માઉથ ઓર્ગન, ફ્‌લૂટ જેવા વાજિંત્રોનું આગવું જ્ઞાન, સુરાગ રાગરાગીનીના જાણકાર રાજકોટના પ્રખ્‍યાત ધારાશાસ્ત્રી  નોટરી આશિત સોનપાલ પોતાના કંઠનો જાદુ પીરસશે.

અજીબ દાસ્‍તા હૈ યે, મેરે દિલ મેં આજ, યે શમા શમા હૈ, ઓ દૂર કે મુસાફિર, દિલ કે ઝરૂખો મે... સહીતના સદાબહાર ગીતો રજુ થશે.

આ કાર્યક્રમનું મંચ સંચાલન પોતાની આગવી શૈલીમાં એડવોકેટ નોટરી મીનલ સોનપાલ કરશે.

આ કાર્યક્રમમાં મ્‍યુઝિક રાજકોટના જાણીતા તેમજ ઇન્‍ટરનેશનલ આર્ટિસ્‍ટ  તુષાર ગોસાઈ (કીબોર્ડ), હિતેશભાઈ મહેતા (ગિટાર), મહેશભાઇ ઢાંકેચા (ઢોલક કોંગો), કલીમભાઈ (તબલા), રાજેશભાઈ પીઠડીયા (ડ્રમ), સચિનભાઈ (બેઝ ગિટાર), પ્રકાશભાઈ વાગડીયા (સાઇડ રિધમ) તેમની ટીમ કરશે.

કાર્યક્રમમાં પેરામાઉન્‍ટ સાઉન્‍ડ સુનિલભાઈ પટેલ તેમજ કાર્યક્રમમાં મંચ સજ્‍જા હિરેનભાઈ ગોસ્‍વામી કરશે કાર્યક્રમની વિડીયોગ્રાફી ચેતનભાઇ પોપટ સદગુરુ વિઝન સંભાળશે.

સપ્‍તસુર ગ્રુપ દ્વારા યોજીત આ સંગીત સમારોહમાં ૯ વર્ષનો તબલાવાદક ઇતિશ સુહાગ કાનાણી પણ તબલા પર રંગત જમાવશે. ઉલ્લેખનીય છે. ઇતિશ કાનાણી અનેક કાર્યક્રમો આપી ચુકયો છે. ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટમાં સોની ટીવી પર ૨૦૨૨માં ભાગ લઇ સુંદર પરફોર્મ કર્યુ હતુ. તબલાની ત્રણ પરીક્ષાઓ પણે સફળ રીતે ઉતીર્ણ કરી બતાવી છે.

કોરસમાં જાણીતી ટીમ દર્શિતભાઇ કાનાબાર અને સાથીઓ જમાવટ કરશે.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્‍ટ તરીકે રાજકોટના જાણીતા ચાર્ટડ એકાઉન્‍ટ  રાજીવભાઈ દોશી ઉપસ્‍થિત રહેશે

આ કાર્યક્રમને સફળ બનાવવા  સિનિયર ધારા શાષાી પંકજભાઈ આર. દેસાઈ, કમિટી મેમ્‍બર ગિરધરભાઈ ઠુંમર,  મહેન્‍દ્રભાઈ ભીંડે, ઉમાબેન ભીંડે, શોભનાબેન ઠુંમર, ખાદી ભવનના જનરલ મેનેજર જીતુભાઈ શુક્‍લ, સ્‍માઈલ પરિવારના સુનિલભાઈ શાહ, પ્રશાંત ચોકસી મેમોરિયલ ટ્રસ્‍ટના હિતેશભાઈ ચોકસી, મનોજભાઈ સોની, ડો.હિતેશભાઈ દોશી, જયેશભાઈ વ્‍યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમને સુંદરતા વધારવા કાર્યક્રમના સ્‍પોન્‍સર્સ તેમજ શુભેચ્‍છક ડિવાઇન સિટી, વિરાજ ડેવલોપર્સ કોઠારીયા, કસ્‍તુરી ફૂડ, પ્રભુ સ્‍નેહ, કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ (સી.બી.એસ.સી.), અદાણી બ્રધર્સ,  પ્રિન્‍સેસ સ્‍કૂલ વિગેરેનો સાથ સહકાર મળેલ છે.

કાર્યક્રમ કાલે ૨૯ જૂન રવિવારના  હેમુ ગઢવી હોલ ખાતે  ૯.:૧૫ વાગ્‍યે રજુ થશે. કાર્યક્રમને માણવા માટે તથા ગ્રુપ બુકિંગ માટે હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ દરમિયાન રૂબરૂ અથવા મો.૯૯૭૯૦ ૩૫૮૬૮ અને મો.૯૪૨૭૨ ૫૪૫૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. 

 

(4:09 PM IST)