<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

શહેર એસઓજીનો સતત બીજા દિવસે સપાટો: શાપર રહેતાં બિહારના અભિજીતને ૧.૨૭ લાખના ગાંજા સાથે ઝડપી લેવાયો: પીઆઇ સંજયસિંહ જાડેજા, એન.વી. હરિયાણી અને ટીમની કાર્યવાહી: હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહીલ, કોન્સ. અનોપસિંહ ઝાલાની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે સતત બીજા દિવસે માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી બિહારી શખ્સને ઝડપી લીધો છે. મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી આ શખ્સને પકડી લેવાયો છે. 

જાણવા મળ્યા મુજબ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકે તે માટે "SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના અપાઈ હોઈ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોઈ હેડકોન્સ. હરદેવસિંહ દીલુભા જાડેજા, યોગરાજસિંહ છનુભા ગોહીલ અને કોન્સ. અનોપસિંહ પ્રવીણસિંહ ઝાલાને બાતમી મળતાં રાજકોટ મધુરમ ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર -૪ નેશનલ હાઇવે-૨૭ સર્વીસ રોડ પાસેથી અભિજીતકુમાર નિઠાલી પાસવાન (ઉ.વ.-૩૪ રહે. હાલ- શાપર વેરાવળ કારખાનામા મુળ રહેવાસી ફુઢવા ટોલા નવાદા ભોજપુર બિહાર)ને રૂ.૧,૨૭,૫૧૦ના ૧૨.૭૫૧ કિ.ગ્રામ ગાંજા સાથે પકડી લીધો છે. ગાંજો, મોબાઈલ, રોકડ મળી રૂ. ૧,૩૨,૮૧૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ , મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અંતર્ગત આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા, એન.વી.હરીયાણી, પો.સબ ઈન્સ. વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ ઝાલા, એ.એસ.આઈ. અરૂણભાઇ બાંભણીયા, પો.હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિહ ગોહીલ, મહાવીરસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, પો.કોન્સ. અનોપસિંહ ઝાલા અને ડ્રા.પો.હેડકોન્સ.મહાવીરસિંહ જાડેજાએ કરી હતી.

 

(10:57 AM IST)