<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સ્‍ટેમ્‍પ ડયુટી અંગે એડવોકેટ ગોવાણી દ્વારા મુખ્‍યમંત્રીને પત્ર

રાજકોટઃ તા. ૩, છેલ્લા ૮-૧૦ વર્ષથી ગુજરાતના કો-ઓપ હાઉસીંગ સોસાયટીના સભ્‍યો કે જેમને તા. ૨૭/૫/૧૯૮૨ થી તા. ૪/૯/૨૦૦૧ ના સમયગાળા દરમ્‍યાન કો.ઓપ.હા.સોસાયટી તરફથી પ્‍લોટ કે ફલેટ એલોટમેન્‍ટ કરવામાં આવ્‍યો હોય તેઓની પાસેથી અમદાવાદ થી માંડીને સમગ્ર ગુજરાતના નાયબ ક્‍લેકટર સ્‍ટેમ્‍પ ડયુટી વિભાગમાં જે તે સમયના ભાવે સ્‍ટેમ્‍પ ડયુટી વસુલ કરવાના હુકમો થાય છે. અને તેમની પાસેથી દંડની રકમો ઉઘરાવવામાં આવે છે.

પરંતુ ‘‘એલોટમેન્‍ટ'' લેટર એટલે કે ‘‘ફાળવણીપત્ર'' કે તેના જેવું કોઈપણ લેખાણ હોયતો તેને ‘‘તબદીલ'' ની વ્‍યાખ્‍યામાં તા. ૪/૯/૨૦૦૧ થી ગુજરાત સરકારે કાયદો સુધારી જાહેર કરેલ છે. તેથી તા. ૪/૯/૨૦૦૧ પછીથી કોઈપણ સભ્‍યને કો.ઓપ.હા.સોસાયટી તરફથી પ્‍લોટ કે ફલેટ ફાળવવામાં ‘‘એલોટ'' કરવામાં આવેતો તે ડોકયુમેન્‍ટ રજીસ્‍ટ્રર કરવાનો થાય છે. છતાં શા માટે તા. ૨૭/૫/૮૨ થી ૪/૯/૨૦૦૧ ના સમયગાળાના લોકો પાસેથી સ્‍ટેમ્‍પ ડયુટી વસુલવામાં આવે છે.

આ બાબતે સત્‍વરે જનતા જોગ નિવેદન યાને ખુલાસો કરવા એડવોકેટ સુરેશ આર. ગોવાણીએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.

(4:02 PM IST)