<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજકોટથી ભાદર ડેમ સુધી નવી પાણીની પાઇપલાઇન નખાશેઃ ૪ ભાગ માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ

આસપાસના ૧૪ ગામોને નવી લાઇનમાંથી કનેકશન અપાશેઃ હાલ ૮૬૩ મીમીને બદલે ૧૦૧૬ મીમી લાઇન નખાશે

રાજકોટ તા.૩: શહેરના આજુબાજુના ગામોને પાણી પુરૂ પાડતા ભાદર ડેમની પાઇપલાઇન બદલવાની કવાયત ચાલી રહી છે, ત્‍યારે કામને ઝડપી બનાવવા રાજકોટથી ભાદર ડેમ સુધી ૪ ભાગ કરી કોન્‍ટ્રાકટ આપવામાં આવનાર છે. જેના ટેન્‍ડર પણ પ્રસિધ્‍ધ કરી દેવામાં આવ્‍યા છે.

લાઇન બદલવાના કામને ઝડપી પુરૂ કરવાના લક્ષ્ય સાથે ગ્રીનલેન્‍ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી,  ગોંડલ ચોકડીથી રીબડા, રીબડાથી ભાદર ડેમ સુધી ૧૦ થી ૧૧ કિ.મી.ના ૩ કટકા કરવામાં આવ્‍યા છે. જેમાં ગોંડલ ચોકડીથી રીબડા સુધીની લાઇન નવી છે.

સરકાર દ્વારા આ માટે ૨૧૨ કરોડ મંજુર કર્યા છે. તંત્ર દ્વારા ૧૨૦ કરોડના એસ્‍ટીમેટ સાથે ટેન્‍ડર બહાર પડાયા છે. જો કે તેમાં હાઇવે ઓથોરીટીને ભરવાનો થતો ચાર્જ એસ્‍ટીમેટ ન આવ્‍યું હોય સમાવેશ નથી કરાયો. હાઇવે ઉપરના સર્વીસ રોડમાં લાઇન નાખવામાં આવનાર છે.

નવી લાઇનમાંથી ૧૪ ગામોને તેમાંથી કનેકશન આપવામાં આવશે. હાલની ૮૬૩ મીમી લાઇનની જગ્‍યાએ ૧૦૧૬ મીમીની લાઇન નાખવામાં આવશે. આ કામ ચોમાસા બાદ અથવા દિવાળી પછી કરવામાં આવશે.

(3:30 PM IST)