<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રૂડા તંત્રની લાલ આંખઃ ૭ ફલેટ રદ

દસ્‍તાવેજ, ભાડાકરાર કરાવેલ ન હોય તેવા આવાસ ધારકોને વારંવાર નોટીસ આપ્‍યા બાદ કાર્યવાહી

રાજકોટ, તા. ૩: શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-II પ્રકારના ટી.પી.૦૯ એફ.પી.૦૯/એ,ગોકુલમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સાંજા ચુલા હોટલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ તથા EWS-I પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૮૯, અવધ હાઉસિંગ કો.-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, અવધ કલબ રોડ, કાલાવડ રોડ, રાજકોટમાં ફાળવેલ આવાસો પૈકી આવાસધારકો દ્વારા રૂડાનાં આવાસનો દસ્‍તાવેજ, ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોઈ. આ બાબતે લાભાર્થીશ્રીઓને રૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં  આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્વારા દસ્‍તાવેજ, ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્‍યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.

આ અંગે રૂડાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ગોકુલમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સાંજા ચુલા હોટલની પાછળ, કાલાવડ રોડ પરના ફલેટ નંબર એ-૩૦પ, એ-પ૦૪, બી-૬૦૧, ડી-૬૦૪, ૩-ર૦૩ તથા અવધ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,અવધ કલબ રોડ, કાલાવડ રોડ પરના એ-૬૦૪, બી-ર૦૩ રદ કરવામાં આવ્‍યા છે.

આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા હોય તો જાહેરાત પ્રસિધ્‍ધ થયાની તારીખથી દિન-૭ માં રૂડા કચેરીનાં કામકાજનાં સમય દરમ્‍યાન આવાસ શાખાનો સંપર્ક કરવો.

 

વાવડીની મુસદારૂપ ટી.પી. સ્‍કીમ નં.૨૬ તથા ૨૭ ને આખરી કરવા અધિસૂચનાઃ ૨૦ દિવસમાં વાંધા રજૂ કરી શકાશે

ર્ંરાજકોટ તા.૩:  જુલાઈ - પ્રવર નગર નિયોજકની કચેરીના નગર રચના અધિકારી દ્વારા મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૬ તથા ૨૭ વાવડીને આખરી કરવા અધિસૂચના જારી કરવામાં આવી છે.

આ અંગે નગર રચના અધિકારી કે. આર. સુમરાની યાદીમાં જણાવાયું છે કે, મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૬ વાવડીમાં મોજે વાવડીના રેવન્‍યૂ સર્વે નંબર ૩થી ૨૫, ૩૦થી ૩૫, ૧૨૪થી ૧૨૮, ૧૩૪થી ૧૩૬, ૧૩૮, ૧૩૯ તથા સરકારી ખરાબાના રે.સ.નં.૧૪૯ પૈકી તથા બે હિસ્‍સા ભાગનો સમાવેશ થાય છે. જેની ઉત્તરે મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૧૪(વાવડી) તથા મુ.ન.ર.યો. નં.૨૫ (વાવડી)ની હદ આવેલી છે. દક્ષિણે ગામ કોઠારિયા તથા રૂડા ગામ કાંગશિયાળીનો સીમાડો તથા મુ.ન.૨.યો.નં.૨૭ (વાવડી)ની હદ આવેલી છે. પૂર્વે ગામ કોઠારિયાનો સીમાડો આવેલો છે. પヘમિે મુ.ન.ર.યો. નં.૨૫ (વાવડી) તથા મુ.ન.ર.યો.નં.૨૭ (વાવડી) ની હદ આવેલી છે.

ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૭ વાવડીમાં મોજે વાવડીના રેવન્‍યૂ સર્વે નંબર ૮૮, ૯૦થી ૯૨, ૯૪થી ૯૮, ૧૦૬થી ૧૨૩, ૧૨૯થી ૧૩૩, ૧૩૭ તથા સરકારી ખરાબાના રે.સ.નં.૧૪૯ પૈકી તથા હિસ્‍સા ભાગનો સમાવેશ થાય છે.

આ યોજનાની ઉત્તરે મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૩૬ (મવડી) તથા આખરી નગર રચના યોજના નં.૧૫ (વાવડી)ની હદ આવેલી છે.

જયારે દક્ષિણે રૂડા વિસ્‍તારના ગામ કાંગશિયાળીનો સીમાડો આવેલો છે. પૂર્વે મુ.નર.યો.નં.૨૫ (વાવડી) તથા મુ.ન.ર.યો.નં.૨૬ (વાવડી)ની હદ આવેલી છે. પヘમિે રૂડા વિસ્‍તારના પાળ ગામનો સીમાડો આવેલો છે.

આ બંને યોજના સાથે હિત ધરાવતી કે સમાવિષ્ટ કોઈપણ બાબતથી અસર પામતી વ્‍યક્‍તિઓ ૨૦ દિવસની અંદર પોતાના વાંધા જરૂરી પૂરાવા અને દસ્‍તાવેજો સાથે રજૂ કરી શકશે. યોજનાથી પ્રતિકૂળ અસર પામતી વ્‍યક્‍તિ નિયમાનુસાર નુકસાની માટે હકદાર રહેશે અને તેમણે દાવાની વિગતો ત્રણ માસમાં તેમણે દસ્‍તાવેજોラપુરાવા સાથે વિગતો જણાવવી.

આ યોજનાની નકલ, જરૂરી દસ્‍તાવેજો, પત્રકો, નકશાઓ, પ્રવર નગર નિયોજકની કચેરી, રાજકોટ નગર રચના યોજના, રૂડા બિલ્‍ડિંગ, છઠ્ઠો માળ, શ્રી ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે કચેરી કામકાજના સમય દરમિયાન નિહાળી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે.

(3:37 PM IST)