News of Friday, 4th July 2025
ભીલવાસ ચોકમાં ચોથા માળે સ્લેબના કામ વખતે પડી જતાં પુંજાભાઇ સાપરીયાનું મોત
કોઠારીયા રોડ સોમનાથ સોસાયટીમાં રહેતાં પ્રોૈઢના મોતથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૪: શહેરના ભીલવાસ ચોક નજીક નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામ કરતી વખતે ચોથા માળેથી પડી જતાં પ્રોૈઢ વયના મજૂરનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ભીલવાસ ચોક નજીક ડો. દર્શીતાબેન શાહની હોસ્પિટલ સામે બાંધકામની સાઇટ પર સ્લેબ ભરવાનું કામ ચાલુ હોઇ સવારે નવેક વાગ્યે અહિ મજૂરી કરી રહેલા પુંજાભાઇ વલ્લભભાઇ સાપરીયા (ઉ.વ.૫૬-રહે. સોમનાથ સોસાયટી કોઠારીયા રોડ) ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પુંજાભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. કોન્ટ્રાક્ટર અભિષેકભાઇની સાઇટ પર તેઅો કામ કરવા આવ્યા હતાં. બનાવને પગલે અન્ય મજુરો અને મૃતકોના સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:49 PM IST)










