<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

‘‘અડીંગો'' રેસ્‍ટોરન્‍ટ નવારંગરૂપ સાથે ફરી સ્‍વાદ શોખીનોની સેવામાં

ત્રણ નવા બેન્‍કવેટ હોલનું નિર્માણઃ વઘારેલો રોટલો, લસણીયો રોટલો સહીત નવી આઈટમોનો મેનુમાં ઉમેરોઃ ચોખ્‍ખાઈ અને હાઈજનની લેવાતી કાળજીઃ કાઠીયાવાડી ઉપરાંત ચાઈનીઝ, પંજાબી, કોન્‍ટીનેન્‍ટલ પણ ઉપલબ્‍ધઃ ભૂષણ રાઠોડ, પરમ રાઠોડ, મેઘાવ્રત રાઠોડના માર્ગદર્શન હેઠળ વિવેકી સ્‍ટાફ સેવામા

 

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અડિંગો રેસ્‍ટોરન્‍ટના સર્વશ્રી ભુષણ રાઠોડ(મો.૯૮૭૯૦ ૭૭૫૮૫), પરમ રાઠોડ (મો.૯૧૦૪૬ ૨૭૯૩૬), મેઘાવ્રત રાઠોડ (મો.૯૯૯૮૦ ૦૪૦૦૪) નજરે પડે છે. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા

રાજકોટઃ સ્‍વાદ પ્રેમીઓ માટે ખુશખબર છે. અહીંની અડીંગો રેસ્‍ટોરન્‍ટ નવારંગરૂપ સાથે સ્‍વાદ શોખીનોની સેવામાં પ્રસ્‍તુત છે. ત્રણ નવા બેન્‍કવેટ હોલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.વઘારેલો રોટલો, લસણીયો રોટલો સહિત નવી આઈટમોનો મેનુમાં ઉમેરો કરવામાં આવ્‍યો છે.

અડીંગો રેસ્‍ટોરન્‍ટના સર્વશ્રી ભૂષણ રાઠોડ, પરમ રાઠોડ અને મેઘાવ્રત રાઠોડ જણાવે છે કે ૨૫ વર્ષથી શહેરની વચ્‍ચે કાઠિયાવાડી સ્‍વાદ જે પરંપરા છે તેજ મૂળ સ્‍વરૂપે જમાડવા માટે રેસ્‍ટોરન્‍ટ શરુ કરી પહેલીવાર એસી રેસ્‍ટોરન્‍ટમાં કાઠિયાવાડી જમણ ઘઉંનો લોટ જાતે જ દળામણ, ચોખ્‍ખું રેસ્‍ટોરન્‍ટમાં જ બનેલું ઘી, માંડવી પાકાકેળા મેથી, રીંગણા, વટાણા ખેરો, આખી ડુંગળી, કાજુ કરેલા, વઘારેલો રોટલો, જુવારનો રોટલો, લસણિયો રોટલો જેવી અનેક પારંપરિક વાનગી શહેરભરમાં સહુપ્રથમ અહીંથી જ શરુ કરવામાં આવી હતી.

જે વસ્‍તુ પરિવાર ના જમી શકે તે ક્‍યારેય ગ્રાહકને ના પીરસવું એ મહામંત્ર હોવાનું જણાવાયું છે. ગુજરાતી થાળીમાં પહેલા નોન ગુજરાતી લોકો કહેતા કે મિર્ચિ કે ડબ્‍બેમાં શક્કર હોતી હૈ આ ભ્રમણા ભાંગીને કાઠીયાવાડી સ્‍વાદ લાવનાર નપાણીયા કહેવાતા કાઠિયાવાડની પાણીદાર પ્રજાની પરંપરાગત અને કાઠિયાવાડની ભોજનની અદભુત પરંપરાને લાવવાનો એક પ્રયાસ એટલે અડિંગો રેસ્‍ટોરન્‍ટ શરુ કર્યુ ત્‍યારે ઘરે નવ મહિના રસોડું બંધ રહ્યું હતું. આજની તારીખે જ્‍યા સુધી કોઈપણ વસ્‍તુમાં જાતે સંતોષ ન થાય ત્‍યાં સુધી આઈટમ મેનુમાં ઉમેરાતી નથી. બાપુ કહેતા કે સેલ્‍સપરસનની હોજરી લેબોરેટરી હોય ક્‍યારેક જીભ છેતરી જાય પણ પેટ ના છેતરે માટે તેને હંમેશા પુછતા રહેતા.

૧૫ વર્ષ જુના એનઆરઆઈ કસ્‍ટમર બેઝ છે અને સહુથી વધારે લંડન વાળા ક્‍લાયન્‍ટ લગાતાર બે-બે મહિના અહીં ભોજનની મજા માણે છે. અદિત્‍ય ગઢવી, કિર્તીદાન કે સાઈરામ શાહબુદીન રાઠોડ,  કવિ શ્રી દાન અલગારી એટલે કે તખદાન રોહડિયા પણ અડિંગોમાં ભાવતા ભોજનીયા લીધા હતા. કાઠિયાવાડના પ્રખ્‍યાત સ્‍થળો છંદ અને દોહાઓ એ આ જગ્‍યાની ઈન્‍ટિરિયર સ્‍ટોરી ઓળખ હોવાનું જણાવાયું છે.

આ રેસ્‍ટોરન્‍ટના સ્‍થાપક શ્રી ભાવસિંહબાપુના નિવાસ્‍થાને શૈફ પાલન પુરી અમૃત ઘાયલથી લઈ રમેશ પારેખ જેવા અનેક જુની પેઢીના ગાયકોએ અંગત ડાયરા અને બેઠકો કરેલ છે. અને કલાકારોની સભામાં જે ખુદ બોલી શકે તેવી વ્‍યક્‍તિએ આ રેસ્‍ટોરન્‍ટ પોતાના શોખ થી શરુ કરેલ. અહીંની પંજાબી, ચાઈનીઝ, કોન્‍ટિનેન્‍ટલ કે અન્‍ય કોઈ ડીશ તમને ૧૦૦ ટકા માણવી ગમશે જ અને એટલે જ લિમિટેડ મેનુ જ રાખવામાં આવ્‍યું છે.

અહીં ત્રણ નવા બેન્‍કવેટ હોલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જ્‍યાં સગાઈ, લગ્ન, બર્થડે પાર્ટી તમામ સેલિબ્રેશન એલ્‍યુમની યુ ટાઈપ બિઝનેસ મિટિંગ થિયેટર સ્‍ટાઈલ મિટિંગ રાઉન્‍ડ ટેબલ મિટિંગ વગેરે પેકેજમાં ઉપલબ્‍ધ હોવાનું જણાવાયું છે. સ્‍થળઃ અડીંગો રેસ્‍ટોરન્‍ટ, લીમડા ચોક, રાજકોટ મો.૭૬૦૦૨૫૧૭૬૫.(૪૦.૨૭)

સ્‍વાદ રસીયાઓ માટે ૩૨૫થી વધુ આઈટમો

રાજકોટઃ નવી કાઠિયાવાડી ડીશઃ દાળ ઢોકળી, વઘારેલી રોટલી, પાકાકેળાનું શાક, લસણ કાજુ, રસપાત્રાનું શાક, કરેલા મસાલા, કાજુ કરેલા, પંચરત્‍ન દાળ, ભરેલા પાપડ, ભરેલા મરચા, થાળીમાં અવનવા ફરસાણ અવનવી મીઠાઈ અને કાઠિયાવાડી સબ્‍જીઓની ટેસ્‍ટિંગ. આ ઉપરંત ગુજરાતી કાઠીયાવાડી, પંજાબી ચાઈનીઝ, કોન્‍ટીનેન્‍ટલ, ફાસ્‍ટફૂડ, કેસરી મલાઈ કોફતા, મેલ્‍ટીંગ ચીઝ ફ્રેન્‍ચ ફ્રાઈઝ, પનીર દમ કા ભુના, બોટ પીઝા ટરકીસ, ફુંગ પાઉ પનીર, ભરેલા પાપડ સહિત ૩૨૫ થી વધુ વસ્‍તુઓ ઉપલબ્‍ધ હોવાનું જણાવાયું છે.

(10:45 AM IST)