<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

મનપા દ્વારા કાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ ને ‘‘પુસ્‍તક કીટ'' આંગણવાડીઓમાં બાળકોને ‘‘રમકડા કીટ'' વિતરણ

શહેરની ૯૬ શાળાના વિદ્યાર્થીઓ માટે ૧૭,૬૪૩ પુસ્‍તકો ખરીદ કરાયા

 રાજકોટઃતા.૭, મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની વાંચન પ્રત્‍યેની અભિરૂચિ અને જ્ઞાનમાં વધારો કરવા શાળા માટે ‘‘પુસ્‍તક કીટ'' તથા આઈ.સી.ડી.એસ. (અર્બન) હસ્‍તકની આંગણવાડીઓમાં અભ્‍યાસ કરતા બાળકોને અભ્‍યાસ સાથે આનંદ- પ્રમોદમાં વધારો કરવા આંગણવાડી માટે ‘‘રમકડા કીટ'' વિતરણ કરવા માટે આવતીકાલે તા.૦૮નેમંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ.પૂ. શ્રી પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, કોન્‍ફરન્‍સ હોલ, રૈયા રોડ,ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય   શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના વરદ્દ હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને માન.મેયરનયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.  

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા,   મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈઝ ચેરમેન ડો.પ્રવિણભાઈ નિમાવત, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, આંગણવાડીના સુપરવાઇઝર-હેલ્‍પર બહેનો વગેરે ઉપસ્‍થિત રહેશે. 

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ-૯૬ શાળાઓમાં કુલ ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓની વાંચન પ્રત્‍યેની અભિરૂચિ અને જ્ઞાનમાં વધારો કરવા શાળા માટે ગુજરાતી માધ્‍યમની દરેક શાળા માટે ૧૮૫ પુસ્‍તકોની કિટ તથા અંગ્રેજી માધ્‍યમની દરેક શાળા માટે ૧૪૬ પુસ્‍તકોની કીટ, એમ કુલ રૂ.૧૫.૬૭/- લાખના ખર્ચે કુલ ૧૭,૬૪૩ પુસ્‍તકો ખરીદ કરવામાં આવેલ જેનું વિતરણ  કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.ડી.એસ.(અર્બન) હસ્‍તકની કુલ-૩૬૫ આંગણવાડીઓમાં કુલ ૧૫,૦૦૦ બાળકો અભ્‍યાસ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકોને અભ્‍યાસ સાથે આનંદ પ્રમોદમાં વધારો કરવા માટે દરેક આંગણવાડી માટે ૧૭ રમકડાની કીટ, એમ કુલ રૂ.૪૧.૩૫/- લાખના ખર્ચે કુલ ૬,૨૦૫ રમકડા ખરીદ કરવામાં આવેલ જેનું વિતરણ કરવામાં આવશે. 

(4:23 PM IST)