તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 9th July 2025
રાજકોટ રહેતાં સાયલાના મનિષ પર ફઇના દિકરાઓનો ઇંટથી હુમલો
જુના મનદુઃખને કારણે રવિ, મનિષે ઘા કરી લીધા

રાજકોટ તા. ૯: જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં કેટલાક મહિનાથી રહેવા આવેલા સાયલાના મનિષ વિનોદભાઇ સારલા (ઉ.વ.૨૦) પરા સાંજે ઘર નજીક તેના ફઇના દિકરાઓ રવિ અને મનિષે હુમલો કરી ઢીકાપાટુ મારી ઇંટના ઘા કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.
મનિષ કડીયા કામની મજૂરી કરે છે અને કેટલાક મહિનાથી સાયલાથી અહિ રાજકોટ રહેવા આવ્યો છે. તેના મોટા ભાઇ સંજયના કહેવા મુજબ ફઇના દિકરાઓ સાથે જુનુ મનદુઃખ હોઇ તેનો ખાર રાખી મનિષ પર હુમલો કર્યો હતો. (
(11:50 AM IST)










