<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

રૈયાધારના વૃધ્‍ધ મનસુખભાઇ ટાંકની હત્‍યાનું રહસ્‍ય ઘેરૂઃ ભેદ ઉકેલવા પોલીસની ટીમો ઉંધે માથે

એકલા જ રહેતાં ૭૫ વર્ષના વૃધ્‍ધને કોણે શા માટે પતાવી દીધા? તે અંગે રહસ્‍યઃ કૈસાસ પાર્કમાં રહેતાં જમાઇ દયાળજીભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવીઃ યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ની ટીમો દ્વારા તપાસ

જેમની હત્યા થઇ તે મનસુખભાઇ ટાંકનો ફાઇલ ફોટો, જ્યાં ઘટના બની તે ઘર અને મૃતકના સગા સંબંધી જાઇ શકાય છે

રાજકોટ તા.૯: શહેરના રૈયાધાર શાંતિનગરના ગેઇટ સામે મોમાઇનગર-૩ મફતીયાપરામાં રહેતાં મનસુખભાઇ આણંદજીભાઇ ટાંક (ઉ.વ.૭૩) નામના કડીયા કુંભાર વૃધ્‍ધની માથામાં કોઇ હથીયારના ઘા મારી હત્‍યા કરી લાશને સળગાવવાનો પ્રયાસ કરી પુરાવાનો નાશ  કરવાની ઘટનાએ સમગ્ર રૈયાધારમાં ચકચાર જગાવી દીધી છે. હત્‍યાની આ ઘટનાનું રહસ્‍ય ઉકેલવા યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ની ટીમો કામે લાગી છે. હત્‍યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે હત્‍યાનો ભોગ બનેલા મનસુખભાઇ ટાંકના જમાઇ કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ કૈલાસ પાર્ક-૩માં રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં તેમના જમાઇ દયાળજીભાઇ બેચરભાઇ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૩ (૧), ૩૩૨ (સી), ૨૩૮ (એ) તથા જીપીએક્‍ટ ૧૩૫ મુજબ મનસુખભાઇના ઘરમાં પ્રવેશી અજાણ્‍યા શખ્‍સે તેમને માથામં કોઇ હથીયારથી ઘા ફટકારી ગંભીર ઇજા પહોંચાડી હત્‍યા કરી બાદમાં લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરી પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધ્‍યો છે. દયાળજીભાઇએ જણાવ્‍યું છે કે મારા  સસરા મનસુખભાઇ રૈયાધાર મોમાઇનગર-૩માં હાલ એકલા રહેતાં હતાં. મારા સસરાને સંતાનમાં ત્રણ દિકરી છે. જેમાં તેની એક દિકરી કુંદન સાથે મારા લગ્ન થયા છે. મારા સાસુ ચતુરાબેનનું પાંચ વર્ષ પહેલા બિમારી સબબ અવસાન થયું છે. એક સાળા સંજયભાઇએ પચ્‍ચીસ ર્ષ્‍વા પહેલા સ્‍યુસાઇડ કરી લીધો હતો. ૭/૭ના સોમવારે રાતે અગિયારેક વાગ્‍યે મારા ફઇજી નયાનાબેન ઘનશ્‍યામભાઇએ મને ફોન કરી વાત કરી હતી કે-તમારા સસરા મનસુખભાઇના મકાનમાંથી ધૂમાડા નીકળે છે તમે જલ્‍દી આવો. જેથી હું, મારા પત્‍નિ કુંદન બંને બાઇક પર મારા સસરાના ઘરે આવ્‍યા હતાં. અહિ ઘણા માણસો ભેગા થયા હતાં. મારા સસરાની બાજુમાં ભાડેથી રહેતા઼ તુષારભાઇ ચોૈહાણ અને મારા સાઢુ બીપીનભાઇ અરશીભાઇ સોલંકી, ફઇજી નયનાબેન, ફઇજીનો દિકરો રાજશેભાઇ ઘનશ્‍યામભાઇ સહિતના પણ હતાં. તુષારભાઇએ વાત કરી હતી કે રાતે દસેક વાગ્‍યે મનસખુભાઇના ઘરમાંથી ધૂમાડા નીકળતાં હોઇ જેથી સોૈ પહેલા મેં નજીકમાં જ રહેતાં  તેમના ભાણેજ રાજેશભાઇને બનાવની જાણ કરી હતી. આ પછી રાજેશભાઇએ અમને કહ્યું હતું કે મારા સસરા મનસુખભાઇ ઘરમાં મૃત્‍યુ પામેનલી હાલતમાં પડયા હતાં અને માથામાં ઇજા હતી. હાથ અને છાતીના ભાગે દાઝેલા હતાં. ૧૦૮, ફાયર બ્રિગેડ અને પોલીસ પણ હતી. સસરાની લાશને પોસ્‍ટમોર્ટમમાં ખસેડાતાં તેમને માથામાં થયેલી ઇજાઓને કારણે મોતનો રિપોર્ટ આવ્‍યો હતો. ઘરમાં પણ પુષ્‍કળ લોહી હતું. તેઓ હાથે, છાતીના ભાગે થોડા દાઝેલા હતાં. કોઇએ ઘરમાં ઘુસીમ ારા સસરાને કોઇ હથીયારના ઘા મારી તેમની હત્‍યા કરી લાશ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હત્‍યા કોણે કયા કારણોરસ કરી તેની મને ખબર નથી. તેમ વધુમાં દયાળજીભાઇએ કહ્યું હતું. પીઆઇ એચ. એન. પટેલ અને ડી. સ્‍ટાફ ટીમે તપાસ શરૂ કરી છે. સાથે ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમોએ ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. હત્‍યાનો ભોગ બનનાર મનસુખભાઇ એકલા જ રહેતાં હતાં. હત્‍યા ચોરી કે લૂંટના ઇરાદે થઇ કે પછી અન્‍ય કારણોસર? હત્‍યાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ યથાવત રાખી છે. તેમજ નિવેદનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મામા ઘરમાં બહુ મોટી રકમ રાખતા નહિઃ ભાણેજ રાજેશભાઇ

* હત્‍યાની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ કામે લાગી છે. હત્‍યારાએ હત્‍યા બાદ લાશ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને જતાં જતા બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. નજીકમાં રહેતાં ભાણેજ રાજેશભાઇએ કહ્યું હતું કે-મામા ઘરમાં બહુ મોટી રકમ રાખતા નહિ, પાંચ સાત હજાર જેવી રકમ કદાચ રાખતા હશે. હત્‍યા લૂંટના કે ચોરીના ઇરાદે થઇ કે અન્‍ય કારણે તે શોધવા પોલીસ કામે લાગી છે. કબાટમાંથી કંઇ ચોરાયું છે કે કેમ? તે અંગે પોતે અજાણ હોવાનું તેણે કહ્યું હતું.

(3:26 PM IST)