<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગોંડલ રોડના વેપારી ચિરાગ ડાકી સાથે પ્રોજેક્‍ટર, સ્‍ક્રીનની ખરીદી કરી બે શખ્‍સની ૭ાા લાખની ઠગાઇ

મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ ઉપર યોગેશ અને દિલીપ નામના શખ્‍સોએ ઓફિસ ભાડે રાખી શરૂઆતમાં ૩૦૩૦૦નો ચેક આપ્‍યો તે ક્‍લીયર થઇ ગયોઃ બાદમાં બીજી ખરીદી કરી જે ચેક આપ્‍યા તે રીટર્ન થઇ ગયાઃ વેપારી તપાસ કરવા જતાં બંને ઓફિસ ખાલી કરી ભાગી ગયાનું જણાયું: નામ પણ ખોટા જણાવ્‍યા હતાં: માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૧: અટીકામાં રહેતાં અને ગોંડલ રોડ પર કાકાની દૂકાનમાં બેસી પ્રોજેક્‍ટર, સ્‍ક્રીનનો વેપાર કરતાં મુળ માંગરોળ પંથકના યુવાન સાથે બે ગઠીયાએ પ્રોજેક્‍ટર અને સ્‍ક્રીનની ખરીદી કરી રૂા. ૭ લાખ ૪૯ હજારની ઠગાઇ કરી છે. શરૂઆતમાં આ શખ્‍સોએ રૂા. ૩૦૩૦૦નો ચેક આપતાં તે ક્‍લીયર થઇ જતાં વેપારીને વિશ્વાસ બેઠો હોઇ વધુ પ્રોજેક્‍ટર અને સ્‍ક્રીન તેણે આ બંનેને વેંચ્‍યા હતાં અને તેની સામે બંનેએ તેને અલગ અલગ તારીખના ચેક આપ્‍યા હતાં. પણ બાદમાં આ ચેક રિટર્ન થઇ ગયા હતાં અને આ બંને ગઠીયા ઓફિસ ખાલી કરી ભાગી ગયા હતાં. આ બનાવમાં માલવીયાનગર પોલીસે ઢેબર રોડ અટીકા પાસે ન્‍યુ લાલબહાદુર સોસાયટી-૬માં રહેતાં ચિરાગભાઇ બીપીનભાઇ ડાકી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કનારામ ઉર્ફ યોગેશ ચોૈધરી અને બાલુગીરી ઉર્ફ દિલીપ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

ચિરાગભાઇ ડાકી હાલ રાજકોટ રહે છે અને મુળ માંગરોળના ચાખવા ગામે રહે છે. તેણે જણાવ્‍યું છું કે હું મારા કાકા ચંદ્રકાંતભાઇ સાથે રહુ છું. મારા કાકા ચંદ્રકાંતભાઇ ગોંડલ રોડ ડી માર્ટ પાસે ઇલોરો કોમ્‍પલેક્ષમાં બીજા માળે ઓફિસ નં. ૨૦૧માં સ્‍ટાર ટેકનોલોજી નામે દૂકાનમાં પ્રોજેક્‍ટર તેમજ પ્રોજેક્‍ટરની સ્‍ક્રીન વેંચવાનો વેપાર કરે છે. હું તેમની દૂકાનમાં ત્રણેક વર્ષથી કામ સંભાળુ છું. હું પ્રોજેક્‍ટર અને સ્‍ક્રીન સોૈરાષ્‍ટ્રની બજારમાં સીસીટીવી તથા કોમ્‍પ્‍યુટર અને ટેક્‍નોલોજીની દૂકાનો હોય ત્‍યાં જઇને વેંચવાનું કામ કરુ છું. મારા સિવાય દુકાનમાં શ્‍યામ ખુંટ અને ડાયાભાઇ કામરીયા તથા કેતનભાઇ કામ કરે છે.

જાન્‍યુઆરી-૨૦૨૫ની સાલમાં ક્રાઇસ્‍ટ કોલેજ કે જે મુંજકામાં આવેલી છે ત્‍યાં એક્‍ઝીબીશન હોઇ અમે સ્‍ટોલ બૂક કરાવ્‍યોહ તો. ત્‍યાં જે ગ્રાહક અમારા સ્‍ટોલ પર આવે તેને અમે પ્રોજેક્‍ટર અને તેની સ્‍ક્રીન વિશે સમજાવતા હતાં. આ એક્‍ઝીબીશન બે દિવસ ચાલ્‍યું હતું. એ પછી હું ગોંડલ રોડની દૂકાને હતો ત્‍યારે એક નંબર પરથી મને ફોન આવ્‍યો હતો અને વાત કરનારે-હું દિલીપભાઇ બોલુ છું અને હું મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ પાસે કોસ્‍મો કોમ્‍પલેક્ષમાં પ્રાઇમ કોમ્‍પ્‍યુટર નામે ઓફિસ ધરાવુ છું, મારે પ્રોજેક્‍ટરની જરૂર છે, તમે મારી ઓફિસે આવી પ્રોજેક્‍ટર બતાવી જાવ. તેમ કહેતાં મેં હા પાડી હતી. ત્‍યારબાદ ૨૫મી જાન્‍યુઆરીના રોજ હું કોસ્‍મો કોમ્‍પલેક્ષમાં આવેલી દિલીપભાઇની ઓફિસે પ્રોજેક્‍ટર લઇને ગયો હતો. તેણે પ્રોજેક્‍ટર જોઇ પોતે ખરીદવા માંગે છે તેમ કહેતાં મેં તેને ભાવ રૂા. ૩૦૩૦૦ કહ્યા હતાં. બાદમાં તેણે મને તેના જીએસટી નંબર આપી સ્‍ટાર ટેક્‍નોલોજીનો ચેક આપ્‍યો હતો. આ ચેક મેં બેંકમાં નાંખતા તે ક્‍લીયર થઇ ગયો હતો. ત્‍યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ફરી ફોન આવ્‍યો હતો અને વાત કરનારે પોતે સત્‍યમ કોમ્‍પ્‍યુટરમાંથી બોલે છે, મહિલા કોલેજ અન્‍ડર બ્રીજ ઉપર ગ્રાઉન્‍ડ ફલોરમાં જી-૭માં પોતાની ઓફિસ છે અને પોતાનું નામ યોગેશ છે તેમ કહ્યું હતું. તેમજ પ્રોજેક્‍ટર જોઇએ છે તેમ કહેતાં હું ૮/૧ના રોજ તેની ઓફિસે ગયો હતો. તેણે આપેલા ઓર્ડર મુજબ મેં તેને ૩૦,૦૦૦નું પ્રોજેક્‍ટર આપ્‍યું હતું. તેણે મને સ્‍ટાર ટેકનોલોજી નામે ચેક આપ્‍યો હતો જે બેંકમાં ક્‍લીયર થઇ ગયો હતો. ત્‍યારપછી ૧૨/૨ના રોજ કનારામ ઉર્ફ યોગેશે બીજા પાંચ પ્રોજેક્‍ટરનો ઓર્ડર આપતાં હું સાંજે તેની સત્‍યમ નામની દૂકાને ગયો હતો. તેને પ્રોજેક્‍ટર અને બીલ આપતાં તેણે મને પીપલ્‍સ બેંકનો સ્‍ટાર ટેક્‍નોલોજીનો રૂા. ૧,૫૧,૫૦૦નો ચેક તા.૪/૩/૨૫ની તારીખનો આપ્‍યો હતો. એ પછી ૧૩/૨ના કનારામ ઉર્ફ યોગેશે ફરી બે પ્રોજેક્‍ટર માંગતા મેં તેને બીલ સાથે આપ્‍યા હતાં. તેનો પણ તેણે રૂા. ૬૦૬૦૦નો ૧/૩/૨૫નો ચેક આપ્‍યો હતો. ત્‍યારબાદ ૧૫ ફેબ્રુઆરીએ યોગેશ ઉર્ફ કનારામે વધુ ત્રણ પ્રોજેક્‍ટર મારી પાસેથી માગતાં મેં તેને આપતાં તેણે યશ બેંકનો ૪૬૨૩૦નો ૨/૩/૨૫નો ચેક અ)પ્‍યો હતો. એ જ દિવસે ફરીથી દિલીપભાઇએ પણ બે પ્રોજેક્‍ટરનો ઓર્ડર આપતાં મેં તેને ૯૯૪૦૦નું બીલ આપ્‍યું હતું.  તેનો તેણે પીપલ્‍સ બેંકનો ચેક ૧૮/૨નો આપયો હતો. એ પછી ફરી દિલીપભાઇએ ચાર પ્રોજેક્‍ટરનો ઓડર્ર આપી ૧,૧૯,૬૧૭નો પીપલ્‍સ બેંકનો ચેક આપ્‍યો હતો. ત્‍યારબાદ ફરી યોગેશ ઉર્ફ કનારામે વધુ બે પ્રોજેક્‍ટર અને સ્‍ક્રીન ખરીદી ૯૨૩૭૨નો ચેક આપ્‍યો હતો. બાદમાં બેં ચેક બેંકમાં નાખતા બાઉન્‍સ થતાં યોગેશને ફોનક રતાં કહેલુ કે એક પાર્ટી પાસે પેમન્‍ટ લેવાનું બાકી છે, આવશે એટલે ચેક ક્‍લીયર થઇ જશે. એ પછી મેં ૬૦૬૦૦નો ચેક તા.૧/૩/૨૫નો આપ્‍યો હતો. બાદ હું ફરી  તેને પ્રોજેક્‍ટર આપવા જતાં તેણે ૧,૭૯,૫૪૨નો ચેક આપ્‍યો હત. આમ મેં યોગેશને કુલ ૧૧ પ્રોજેક્‍ટર અને ૩ સ્‍ક્રની રૂા. ૩,૫૦,૭૦૨ના અને દિલીપને ૧૩ પ્રોજકટર રૂા.૩,૯૮,૫૫૯ના આપ્‍યા હતાં. તેની સામે આ બંનેએ મને ચેક આપ્‍યા હતાં. પરંતુ તારીખો મુજબ મેં ચેક બેંકમાં જમા કરાવતાં આ બધા ચેક બાઉન્‍સ થઇ ગયા હતાં. બાદમાં તેની ઓફિસે તપાસ કરવા જતાં તેની ઓફિસે તાળા હતાં. મેં આસપાસમાં તપાસ કરતાં ખબર પડી હતી કે આ લોકો ઓફિસ ખાલી કરી જતાં રહ્યા છે, તેણે ભાડેથી ઓફિસ રાખી હતી. ઓફિસ માલીકને મળતાં તેણે આધારકાર્ડની નકલ આપી હતી.

 પણ તેમાં તેનું સાચુ નામ બાલુગીરી હતું. બીજાનું આધાર કાર્ડ પણ યોગેશને બદલે કનારામ ચોૈધરીના નામે હતું. આ બંને ખોટી ઓળખ આપી મારી પાસેથી રૂા. ૭,૪૯,૨૬૧ના પ્રોજેક્‍ટર, સ્‍ક્રીન ખરીદી બેંકમાં બેલેન્‍સ ન હોવા છતાં ચેક લખીને આપી દીધા બાદ ઓફિસ ખાલી કરી ભાગી ગયા હતાં. તેમ વધુમાં ચીરાગભાઇએ જણાવતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એચ. આર. મોરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  

(4:09 PM IST)