News of Friday, 11th July 2025
કલેકટર તંત્રના ૮૦ જેટલા આઉટ સોર્સીસ કર્મચારીઓની વ્યથાઃ ૪ મહિનાથી પગાર નથી થયોઃ એજન્સી જવાબ દેતી નથી
રાજકોટ કલેકટર સહિતના અધિકારીઓને રજુઆતો છતા ન્યાય મળતો નથી

રાજકોટ, તા., ૧૧ : રાજકોટ કલેકટર તંત્રમાં શહેર-જીલ્લામાં જનસેવા કેન્દ્રો-ઇ-ધરા તથા અન્ય ટેબલો ઉપર ૧૪ થી ૧પ હજાર પગારવાળા ૮૦ જેટલા કર્મચારીઓએ હૈયા વરાળ ઠાલવી હતી. અમુકે તો રડતી આંખે જણાવેલ કે માર્ચ મહીનાનો પગાર તો આપ્યો નથી. પરંતુ કલેકટર એડી. કલેકટરને કરાયેલ રજુઆતો મુજબ યશ નામની એજન્સીએ અન્ય ૩ થી ૪ મહિનાનો પગાર જમા કરાવ્યો નથી. અમારે ઘર કેમ ચલાવવુ તે પ્રશ્ન થઇ પડયો છે.
આ લોકોએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં સ્ટેશનરી ખર્ચા એજન્સી તે નહિ અપાતા એજન્સીએ માર્ચનો પગાર હજુ નથી આપ્યો. આ બાબતે અને અન્ય મહિનાના પગાર બાબતે અમે કલેકટર સહિતના અધિકારીઓને રજુઆતો કરી છે. પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.
(3:16 PM IST)










