News of Friday, 11th July 2025
ઇતિહાસના આંગણેથી : ગૌરવવંતા રાજકોટના ૩૩૬ વર્ષના રાજાશાહી યુગની ભવ્ય અને જાજરમાન સોનેરી ઝાંખી
માત્ર રાજકોટની પ્રજાએ જ નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાએ સરશ્રી લાખાજીરાજ બાપુના શાસનકાળને અતિ ઉત્તમ અને રાજ્યના આધુનિકરણના ઘડવૈયા ગણેલ : રાજકોટ રાજ્યની સ્થાપના સરધાર (રાજકોટ) મુકામે જામનગરના જાડેજા વંશના બાહોશ સુરવીર શ્રી વિભાજીએ ઈ.સં.૧૬૭૧ માં કરેલ શ્રી વિભાજી બાપુએ રાજુ સંધીની આજી નદીના કાંઠે કેટલીક જમીન વાવવા આપેલ હતી અને ત્યાં ગામ વસેલ. તેથી રાજુ સંધીના નામ ઉપર રાજકોટ નામ હોવાનું કહેવાય છે. રાજ્યનુ ક્ષેત્રફળ ૭૩૦ ચોરસ કિલોમીટર હતુ અને તેમાં ૬૪ ગામો આવેલા અને રાજ્યની વાર્ષિક આવક રૂા.૧૪.પ૧ લાખ હતી અને ઇ.સ. ૧૯૪૧ માં રાજકોટની વસ્તી ૮પ૦૦૦ હતી.: ઈ.સ. ૧૭ર૦ માં જુનાગઢના માસુમખાને ચઢાઈ કરી રાજવીશ્રી મહેરામજીને મારી રાજકોટની ગાદી કબજે કરેલ. દ્ગ ઈ.સ.૧૭૩ર માં શ્રી મહેરામણજીના યુવરાજ શ્રી રણમલજી પ્રથમે માસુમખાન ઉપર હુમલો કરી તેની હત્યા કરી રાજકોટની ગાદી પરત મેળવેલ.


શ્રી રણમલજી બાદ તેમના પુત્ર શ્રી લાખાજી રાજવી બનેલ પરંતુ તેઓ ખુબજ ધાર્મીક વૃતીના હોવાથી તેમના જયેષ્ઠ પુત્ર શ્રી મહેરામણજી ત્રીજા રાજયનો વહીવટ સંભાળતા તેઓ ખુબજ વિદ્યાન અને કવિ હતા તેમને ઈ.સ. ૧૮૭ર માં ‘‘પ્રવિણસાગર‘‘ નામનો વ્રજ ભાષામાં કાવ્ય ગંરથ લખેલ તેનુ આજ પણ અસ્તિત્વ છે. દ્ગ રાજકોટ રાજ્ય સૌરાષ્ટ્રના બીજા વર્ગનુ રજવાડુ હતુ. રાજયનું ક્ષેત્રફળ ૭૩૦ ચો.કી.મી. હતુ તેમા નાના-મોટા ૬૪ ગામો આવેલ.: સને ૧૮ર૯ માં શ્રી સુરાજીએ સતા સંભાળેલ. વોકર કરારને કારણ રાજકોટમાં બ્રિટીશ કોઠી અને છાવણી હતી જેથી સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના મોટા રાજવીઓએ રાજકોટમાં જમીન ખરીદી કરી પોતાના ઉતારાઓ બનાવેલ જેના કારણે રાજકોટના રાજવીને સારી આવક થયેલ અને રાજયની આર્થિક હાલત સુધરેલ. રાજવી મહેરામણજીનુ નાની ઉંમરે અવસાન થતા શ્રી બાવાજીરાજને ગાદી મળેલ, પરંતુ તે સમયે શ્રી બાવાજીરાજની ઉંમર છ વર્ષની જ હતી જેથી રાજયનો વહીવટ તેમના દાદીમા નાનીબાએ પાંચ વર્ષ સુધી ખુબજ કુનેહ પૂર્વક ચલાવેલ. શ્રી બાવાજીરાજ રાજકુમાર કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી બનેલ તથા રાજકોટના અંગે્રજી શિક્ષ પ્રાપ્ત કરેલ પ્રથમ રાજવી બનેલ.: શિક્ષણક્ષેત્રે તાલીમ પામેલ પુરૂષ શિક્ષકો તૈયાર કરવા ૧૮૬૭ મા ‘‘હંટર ટે્રનીંગ'' કોલેજની રચના કરેલ તથા સ્ત્રી કન્યા કેળવણીને પ્રોત્સાહીત કરવા ‘‘બાર્ટન ટે્રનીંગ'' કોલેજ સ્થાપેલ સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓના રાજકુમારોને ભાવી રાજવીઓ અંગે્રજી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ૧૮૭૦ મા અંગે્રજ કર્નલ કટીંગના સક્રિય પ્રયાસથી રાજકોટ ખાતે રાજકુમાર કોલેજની સ્થાપના થયેલ ‘‘કઠીયાવાડ હાઈસ્કૂલ'' ઉભી કરેલ જેનો સમય જતા રાજય વહીવટ સંભાળેલ અને તેનુ નામ બદલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવેલ.
તા.ર૧-૧૦-૧૯૦૭ મા શ્રી લાખાજીરાજ ગાદી પતી બનેલ. શ્રી લાખાજીરાજ બાપુએ પણ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરેલ અને બે વર્ષ દહેરાદુનની ઈમ્પીરીયલ કેડર કોરમા લશ્કરની તાલીમ પામેલ. તેઓએ પણ પીતાશ્રીના રોડમેપ મુજબ જ રાજયકારભાર શરૂ કરેલ.
પ્રજાતંત્ર તરફ આગળ વધવા શ્રી લાખાજીરાજ બાપએ ૧૯ર૩ માં ક્રાંતીકારી નિર્ણય લઈ પ્રજાને વહીવટમાં ભાગીદાર કરવા ચુંટાયેલા સભ્યોની ‘‘પ્રજા પ્રતિનિધિ સભા'' ની સ્થાપના કરેલ. આ પ્રતિનિધિ સભામાં એ સમયમાં ર બેઠકો સ્ત્રી અનામત રાખેલ. - ૯ વેપારક્ષેત્રના વેપારીઓની - રર ખેડુતોની - ર૯ મજુરો માટે - ર સાધુ સંતો માટે - ૧ કલા કૌશલ્યના જાણકારો માટે - રપ આમ પ્રજા માટે.
લોકતંત્ર માટેના સમર્થનમાં શ્રી લાખાજીરાજ બ્રિટીશ સરકારની સતાના રોષને નજર અંદાજ કરી હિંમતથી રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના માટે અંદાજે ૬૮૦૦ ચો.મી.જમીન આપેલ તદ ઉપરાંત ૧૯ર૧ માં બ્રિટીશ શાસકોના ખોફની પરવાહ વગર સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા કાઠીયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટ ખાતે ભરવા દેવાની વટથી પરમીશન આપેલ અને પોતાની પ્રજામતવાદી રાજવી પુરવાર કરેલ.
જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ રાજકોટ રાજ્યના સ્થાપના દિવસ નિમીતે સૌરાષ્ટ્રના પાટનગરને આર્થિક રાજધાની સમાન રાજકોટની રાજાશાહી યુગના પ્રજાપ્રિય રાજવીઓના ૩૩૬ વર્ષના શાસન અંગેની ઈતિહાસના ઉંડાણમાં જઈ સંકલન માહિતિ આપતા જણાવે છે.
રાજકોટ શહેર રર૦.૩ ઉતર અક્ષાંસ અને ૭૦૦.૭૮ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે જે દરિયા તટથી ૧૩૪ મીટર ઉંચાઈએ છે ઈ.સ. ૧૬૧૧ માં આજી નદિના કાંઠે વસેલ આ રાજયની સ્થાપના મુળ જામનગર રાજવી પરિવારના જાડેજા વંશના કુમાર શ્રી વિભાજીએ રાજકોટના સરધાર ગામે રાજગાદી સ્થાપેલ આ સમયે સમગ્ર ભારતમાં નાના- મોટા પ૬પ રાજવીનો રાજાશાહી યુગ હતો જેમાં આપણો પ્રદેશ જે કાઠીયાવાડ નામે ઓળખાતો ( સૌરાષ્ટ્ર) આ પ્રાંત માંજ માત્ર એક ગામથી ૯૯૯ ગામના પાદર ધણીના નાના મોટા રરર રાજવીનો રાજાશાહી યુગ હતો જેના ઉપર વિવિધ શાખના જેવા કે જાડેજા, ઝાલા, ગોહીલ, પરમાર, જેઠવા અને મુસ્લીમ બાર્બીને સીદી બાદશાહના રાજવીઓ પ્રજા ઉપર શાસન કરતા રાજકોટ ઉપર અંદાજે ૩૩૬ વર્ષ જાડેજા વંશના પંદર પ્રજાપ્રિય રાજવીઓએ શાસન કરેલ છે આજ દેશ આઝાદી ના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી સમયે પણ રાજાશાહી અને પ્રજાપ્રિય રજવાડા શાસનને પ્રજા ખુબ જ ગર્વસહ યાદ કરે છે.
સને ૧૯૪૭ મા દેશ આઝાદ થયો તે પહેલા સમગ્ર દેશમાં નાના મોટા પ૬૩ થી વધુ રાજવીઓ રાજ કરતા હતા આ પૈકી માત્ર કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર) માં રરર થી વધુ રાજાઓના નાના મોટા રજવાડા હતા.
એ સમયના રાજા-મહારાજાઓના યાદગાર સંસ્મરણો આજપણ હયાત જુની પેઢીના લોકો અને ઈતિહાસના અભ્યાસીઓ તેઓએ પ્રજા માટે કરેલા ઉમદા કાર્યો પ્રજા સાથેનો પે્રમ, રૈયતની રખેવાળીને પ્રજાના વિકાસ અને સુખાકારીની મીઠી વાતો આનંદ અને ગૌરવસહ વાગોળે છે તો ચાલો આપણે આપણા રંગીલા રાજકોટની અંદાજે ૩૩૬ વર્ષની રાજાશાહી યુગના વિવિધ રાજવીઓના સંસ્મરણો તાજા કરીએ.
રાજકોટ રાજ્યની સ્થાપના સરધાર (રાજકોટ) મુકામે જામનગરના જાડેજા વંશના બાહોશ સુરવીર શ્રી વિભાજીએ ઈ.સં.૧૬૭૧ માં કરેલ શ્રી વિભાજી બાપુએ રાજુ સંધીની આજી નદીના કાંઠે કેટલીક જમીન વાવવા આપેલ હતી અને ત્યાં ગામ વસેલ. તેથી રાજુ સંધીના નામ ઉપર રાજકોટ નામ હોવાનું કહેવાય છે રાજકોટ રાજ્યના સ્થાપક શ્રી વિભાજી ઈ.સ.૧પ૯૧ માં ભુચરમોરીના યુઘ્ધમાં જામનગર વંશના જાડેજાના શ્રી સતાજીના પાટવી કુંવરશ્રી અજાજી શહીદ થયેલ તેના પુત્ર હતા. ઈ.સ.૧૬૩પ માં શ્રી વિભાજીનુ અવસાન થતા તેમના કુંવર શ્રી મેરામણજી ગાદી ઉપર આવેલ. ઈ.સ. ૧૬પ૦ માં મેરામણજીનુ અવસાન થતા તેમના કુંવર શ્રી સાહેબજી ગાદી ઉપર આવેલ. શ્રી સાહેબજી બાદ શ્રી બામણીયાજી ગાદી ઉપર આવેલ અને શ્રી બામણીયાજીના અવસાન બાદ શ્રી મેરામણજી બીજા ગાદીપતી બનેલ. ઈ.સ. ૧૭ર૦ માં જુનાગઢના માસુમખાને ચઢાઈ કરી રાજવીશ્રી મહેરામજીને મારી રાજકોટની ગાદી કબજે કરેલ.ઈ.સ.૧૭૩ર માં શ્રી મહેરામણજીના યુવરાજ શ્રી રણમલજી પ્રથમે માસુમખાન ઉપર હુમલો કરી તેની હત્યા કરી રાજકોટની ગાદી પરત મેળવેલ.
શ્રી રણમલજી બાદ તેમના પુત્ર શ્રી લાખાજી રાજવી બનેલ પરંતુ તેઓ ખુબજ ધાર્મીક વૃતીના હોવાથી તેમના જયેષ્ઠ પુત્ર શ્રી મહેરામણજી ત્રીજા રાજયનો વહીવટ સંભાળતા તેઓ ખુબજ વિદ્યાન અને કવિ હતા તેમને ઈ.સ. ૧૮૭ર માં ‘‘પ્રવિણસાગર''નામનો વ્રજ ભાષામાં કાવ્ય ગં્રથ લખેલ તેનુ આજ પણ અસ્તિત્વ છે. રાજકોટ રાજ્ય સૌરાષ્ટ્રના બીજા વર્ગનુ રજવાડુ હતુ. રાજયનું ક્ષેત્રફળ ૭૩૦ ચો.કી.મી. હતુ તેમા નાના-મોટા ૬૪ ગામો આવેલ.
શ્રી રણમલજી બીજા
(ઈ.સ.૧૭૯૬ થી ૧૮રપ)
ના શાસનકાળમાં દેશી રજવાડાઓ માટેના અતી મહત્વના કરારો ‘‘વોકર કરાર‘‘ તેમના સમયકાળમાં થયેલ જે કરારથી દેશી રજવાડાઓ માટે અને પ્રજા માટે સારો સમય શરૂ થયેલ.
શ્રી સુરાજી (ઈ.સ.૧૮રપ થી ૧૮૪૪)
શ્રી રણમલજીના અવસાન બાદ ગાદી ઉપર શ્રી સુરાજી આવેલ પરંતુ તે સમયે રાજયની આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી જેથી રાજવીએ રાજ દિવાન શ્રી રણછોડજીને રાજય ઈજારા ઉપર ચલાવવા આપેલ ઈજારાની મુદત સને ૧૮ર૯ માં પરુ થતા શ્રી સુરાજીએ સતા સંભાળેલ. વોકર કરારને કારણ રાજકોટમાં બ્રિટીશ કોઠી અને છાવણી હતી જેથી સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના મોટા રાજવીઓએ રાજકોટમાં જમીન ખરીદી કરી પોતાના ઉતારાઓ બનાવેલ જેના કારણે રાજકોટના રાજવીને સારી આવક થયેલ અને રાજયની આર્થિક હાલત સુધરેલ.
શ્રી મહેરામણજી ચોથા
(ઈ.સ.૧૮૪૪ થી ૧૮૬ર)
ઈ.સ.૧૮૬૦ માં ઈસ્ટ ઈન્ડીયા કંપની બરખાસ્ત કરી બ્રિટીશ સાશનની સ્થાપના થયેલ તેમના રાજયમાં શિક્ષણક્ષેત્રે પ્રાથમીક કામગીરી શરૂ થયેલ અંગે્રજી શાળા અને કન્યાશાળા શરૂ કરવામાં આવેલ શરૂઆતના સમયમા આશાળાઓનો ખર્ચ અંગે્રજ જનરલ લેંગ આપતા હતા ત્યારબાદ ક્રમશઃ રાજવીએ આ કાર્ય પોતાના હાથ ઉપર લઈ લીધેલ.
શ્રી બાવાજીરાજ
(ઈ.સ.૧૮૬ર થી ૧૮૯૦)
રાજવી મહેરામણજીનુ નાની ઉંમરે અવસાન થતા શ્રી બાવાજીરાજને ગાદી મળેલ, પરંતુ તે સમયે શ્રી બાવાજીરાજની ઉંમર છ વર્ષની જ હતી જેથી રાજયનો વહીવટ તેમના દાદીમા નાનીબાએ પાંચ વર્ષ સુધી ખુબજ કુનેહ પૂર્વક ચલાવેલ. શ્રી બાવાજીરાજ રાજકુમાર કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી બનેલ તથા રાજકોટના અંગે્રજી શિક્ષણ પ્રાપ્ત કરેલ પ્રથમ રાજવી બનેલ.
ઈ.સ.૧૮૬૭ મા સૌરાષ્ટ્રના બાળવયના રાજવીઓ માટે અંગે્રજ હકુમત ‘‘મેનેજમેન્ટ કાયદો‘‘ અમલમાં લાવતા રાજયની સતા બ્રિટીશ સરકારે સંભાળેલ અને બ્રિટીશ શાસન આંઠ વર્ષ અમલમા રહેલ.
શ્રી બાવાજીરાજ પુખ્તવયના થતા ૧૮૬૭ મા રાજયની સતા તેમને સુપ્રત થયેલ શ્રી બાવાજીરાજે રાજયના ઉતમ વહીવટ માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધીને દિવાનપદની જવાબદારી સોંપેલ.
ઈતિહાસકારોની નોંધ મુજબ શ્રી બાવાજીરાજના શાસનકાળમા રાજય અને પ્રજા હીત માટે અદભુત અને ક્રાંતીકારી નિર્ણયો લેવાયેલ જેની ઝલક આ મુજબ છે.
રાજયમા કાયમી મહત્વના દફતર જાળવણીની પ્રથા અમલમાં લાવેલ. રાજયની નોકરીમાં રાજયની રૈયતમાંથી જ પસંદગી કરવાની પ્રથા ઉભી કરેલ. જેથી તેમના અવસાન સમયે અંદાજીત એંસી ટકા કર્મચારીઓ સ્થાનીક હતા. ‘‘હજુર‘‘ અદાલતની સ્થાપના કરેલ. ૧૮૬૯ મા પ્રજાતંત્રના પાયા નાંખેલ અને રાજકોટ સુધરાઈનો કાયદો બનાવેલ જેમા રાજયના ચાર અમલદારોને પ્રજાના પ્રતિનિધિની બનેલ સમીતીની રચના કરેલ. ૧૮૪૭ મા દુકાળ પડતા રૈયતને રોજી, રોટી માટે ભગીરથ, પ્રજાલક્ષી કાર્ય હાથ ધરેલ વર્તમાન ‘‘રણજીત વિલાસ પેલેસ‘‘ તે સમયે બાંધકામ શરૂ કરેલસરધારનુ જુનુ તળાવમાં તથા દરબારગઢમાં સુધારા-વધારા કરાવેલ. હાલનું રાંદરડા તળાવ તથા નવી શાક માર્કેટનું બાંધકામ કરાવેલ.
૧૮૭૭ મા જુગાર તથા પરવાના વગર પશુ પંખીઓના શીકાર ઉપર પ્રતિબંધ મુકતો કાયદો બનાવેલ. શ્રી બાવાજીરાજના શાસનકાળમા બ્રિટીશ સરકારે પણ રાજયના વિકાસ માટે મહત્વનું યોગદાન આપેલ છે. સૌરાષ્ટ્રમાં આધુનીક કેળવણી માટે પોલીટીક એજન્ટ શ્રી માલેટ અને શ્રીલેંગના કાર્ય નોંધપાત્ર છે.
શિક્ષણક્ષેત્રે તાલીમ પામેલ પુરૂષ શિક્ષકો તૈયાર કરવા ૧૮૬૭ મા ‘‘હંટર ટે્રનીંગ'' કોલેજની રચના કરેલ તથા સ્ત્રી કન્યા કેળવણીને પ્રોત્સાહીત કરવા ‘‘બાર્ટન ટે્રનીંગ‘‘ કોલેજ સ્થાપેલ સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓના રાજકુમારોને ભાવી રાજવીઓ અંગે્રજી શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ૧૮૭૦ મા અંગે્રજ કર્નલ કટીંગના સક્રિય પ્રયાસથી રાજકોટ ખાતે રાજકુમાર કોલેજની સ્થાપના થયેલ ‘‘કઠીયાવાડ હાઈસ્કૂલ'' ઉભી કરેલ જેનો સમય જતા રાજય વહીવટ સંભાળેલ અને તેનુ નામ બદલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવેલ.
આજી નદી ઉપર હાલ કેસરી હિંદ પુલ ઉભો છે તે ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહજી ગોહીલે બંધાવી ભેટ આપેલ.
ઉપરોકત તમામ કાર્ય શ્રી બાવાજીરાજના શાસન સમય થયેલા જેથી એ સ્પષ્ટ થાય છે કે રાજયના વિકાસના પાયામાં શ્રી બાવાજીરાજના દીર્ઘ દ્રષ્ટિ તથા તેઓનુ મોટુ યોગદાન છે.
શ્રી સર લાખાજીરાજ
(ઈ.સ.૧૮૯૦ થી ૧૯૩૦)
શ્રી બાવાજીરાજનુ માત્ર ચોત્રીસ વર્ષની નાની ઉંમરે દુઃખદ અવસાન થયેલ અને કમનશીબે યુવરાજ સાહેબશ્રી લાખાજીરાજની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી જેથી ફરી એક વખત રાજકોટ રાજયનો વહીવટ બ્રિટીશ સરકારે ૧૮૯૦ થી ૧૯૦૭ સાત વર્ષ સુધી સંભાળેલ.
તા.ર૧-૧૦-૧૯૦૭ મા શ્રી લાખાજીરાજ ગાદી પતી બનેલ. શ્રી લાખાજીરાજ બાપુએ પણ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરેલ અને બે વર્ષ દહેરાદુનની ઈમ્પીરીયલ કેડર કોરમા લશ્કરની તાલીમ પામેલ. તેઓએ પણ પીતાશ્રીના રોડમેપ મુજબ જ રાજયકારભાર શરૂ કરેલ.
માત્ર રાજકોટની પ્રજાજ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્ર જનતાએ સરશ્રી લાખાજીરાજ બાપુના શાસનકાળને અતી ઉતમ અને રાજયના આધુનીકરણના ઘડવૈયા ગણેલ છે. સર લાખાજીરાજના શાસન સમય દરમ્યાન રાજય અને પ્રજાહીત માટેના અનેક કાર્યોની આ છે આ ગાથાઓ.
રાજયના જુના અને જવાબદાર અમલદારોના અનુભવનો લાભ મળે તે માટે ‘‘સ્ટેટ કાઉન્સીલ સ્થાપેલ.'' ૧૯૧૯ માં પોતાના ભાયાતોને પણ રાજકોટમાં સક્રિય ભાગ લેતા કરવા ‘‘ભાયાતી સભા'' સ્થાપેલ રાજયનુ ગેઝેટ છપાવવાનુ શરૂ કરેલ તથા ૧૯૧૭ માં સીટી સર્વે વિભાગ ખોલી પ્રજાને નવા લેખો કરી આપવાની પ્રથા અમલમાં મુકેલ રાજયના ધારા ધોરણતથા અગત્યના બનાવોની નોંધરૂપે ડિરેકટરી પ્રસિઘ્ધ કરાવતા પ્રજાતંત્ર તરફ આગળ વધવા શ્રી લાખાજીરાજ બાપુએ ૧૯ર૩ માં ક્રાંતીકારી નિર્ણય લઈ પ્રજાને વહીવટમાં ભાગીદાર કરવા ચુંટાયેલા સભ્યોની ‘‘પ્રજા પ્રતિનિધિ સભા'' ની સ્થાપના કરેલ. આ પ્રતિનિધિ સભામાં એ સમયમાં ર બેઠકો સ્ત્રી અનામત રાખેલ. - ૯ વેપારક્ષેત્રના વેપારીઓની - રર ખેડુતોની - ર૯ મજુરો માટે - ર સાધુ સંતો માટે - ૧ કલા કૌશલ્યના જાણકારો માટે - રપ આમ પ્રજા માટે.
આ પ્રતિનિધિ સભાના સભ્યોને ચુંટવા માટે રાજયના ર૧ વર્ષથી ઉપરના દરેક રૈયતને મતાધીકાર આપવામાં આવેલ. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચુંટાયેલ સભ્યો ધરાવતી આ પ્રથમ સંસ્થાહતી. (શ્રી લાખાજીરાજ બાપુને સલામ)
ગ્રામ્ય પ્રજાના સુખ દુઃખ જાણવા શ્રી લાખાજીરાજ લગભગ દર વર્ષે એક મહીનો ગામડાઓમાં મુકામ રાખતા (ધન્ય છે બાપુને) ૧૯૧૦ મા યુવરાજ શ્રી ધર્મેન્દ્રસિંહજીનો જન્મ થતા આ પ્રસંગની સ્મૃતી માટે એ સમયે ગૌ વદ્યની મનાઈ કરતો હુકમ કરેલ.
છપ્પનીયા દુકાળના સમયમાં ખેતી લાયક પશુઓ મોટો પ્રમાણમાં મરણ પામતા બળદો અને ગાયોની આયાત કરેલ. આ કપરા દુકાળમાંથી રાજયની રૈયતને ઉગારવા રાજ્ય અંદાજે રૂા.૧,૮૦,૦૦૦/- નુ કરજ લઈ રૈયત માટે રાહત કેન્દ્રો ખોલેલ. ખેડુતોને કરજમાં દશ ટકા વ્યાજ માફ કરેલ અને ‘‘ફડચા સમીતી'' ની રચના કરેલ. ગામડાની પ્રજાને વહીવટમાં સામેલ કરવા ૧૯રપ મા ગ્રામ પંચાયતો રચેલી અને ખેડુતોને શાહુકારોથી બચાવવા ખેડુત બેંક સ્થાપેલ.
- ઈ.સ.૧૯૧૦ મા રાજકોટ સ્ટેટ બેંક સ્થાપેલ. - ઈ.સ. ૧૯૧૧ માં રાજકોટમા કાપડ મીલ ઉભી કરેલ. - ઈ.સ. ૧૯ર૪ માં રાજકોટમાં પાવર હાઉસ શરૂ કરેલ.
રાજકોટના મઘ્યભાગમા એક આલીશાન સગવડતામય કાપડ માર્કેટ બંધાવેલ જેનુ નામ ‘‘શ્રી ધમેન્દ્રસિંહજી કાપડ માર્કેટ'' રાખેલ જે હાલ પણ હયાત છે.
શિક્ષણક્ષેત્રેનુ યોગદાન
કરણસિંહજી હાઈસ્કુલ, સાત બાલ મંદિરો, પ્રદ્યુમનસિંહજી સ્કુલ, બાઈસાહેબા સ્કૂલ જેવા અનેક શૈક્ષણીક સંકુલો સ્ત્રી વાંચનાલય, રાજયના રૂા.૩૦/- સુધીના પગાર મેળવતા કર્મચારીઓના સંતાનોને અંગે્રજી શિક્ષણ મફત, સ્ત્રીઓ માટે નસશ્નગ સ્કુલ, ગામડાઓમાં વૈદો તથા તબીબોની નિમણુંક.
શ્રી રમણકીક કુંવરબા અનાથાશ્રમ
બા સાહેબ રમણીક કુંવરબા લાઠી ઠાકોર સાહેબને સંવેદનશીલ મહાન કાવી ‘‘કલાપી'' શ્રી સુરસિંહજીના દીકરીબા હતા તથા શ્રી લાખાજીરાજના રાણી સાહેબ ને પૂર્વ ઠાકોર સાહેબશ્રી ધર્મેન્દ્રસિંહજીના માતુશ્રી હતા. આજપણ આ વૃઘ્ધાશ્રમ વિશાળ જગ્યામાં ગોંડલ રોડ ઉપર હૈયાત છે.
કાશ્મીરના પૂર્વ મહારાજા શ્રી હરીસિંહજીના લગ્ન રાજકોટ ખાતે થયેલ સર લાખાજીરાજના ઘરમપુરવાળા મામાશ્રીની કુંવરી સાહેબ મહાવિજયાબા શ્રી લાખાજીરાજના બહુજ વ્હાલી બહેન હતા જેથી તેમના લગ્ન કાશ્મીરના મહારાજા શ્રી હરિસિંહજી સાથે રાજકોટ મુકામે ખુબજ ધામધુમથી ૧૯૧૩ માં થયેલા આ પ્રસંગની યાદીરૂપે એક શ્રી હરિસિંહજી એથેલેટીક સ્પોર્ટસની યોજના કરી રમત ગમતના કાર્યક્રમો યોજાતા. આ આયોજનમાં શ્રી હરિસિંહજીના પિતાને કાશ્મીરના મહારાજા શ્રી પ્રતાપસિંહજીએ રૂા.૧પ,૦૦૦/- ભેટ આપેલ.
ઈ.સ.૧૯૧૪-૧૮ ના વિશ્વયુઘ્ધના સમયે શ્રી લાખાજીરાજે બ્રિટીશ સરકારને સહાયરૂપે રૂા.પ૩,૦૦૦/- ના યુઘ્ધ બોન્ડ ખરીદ કરેલ યુઘ્ધ બાદ બ્રિટીશ સરકારે ૧૯૧૮ મા શ્રી લાખાજીરાજની કદર કરી કે.સી.આઈ.એ. નો ખીતાબ મુંબઈના ગર્વનર લોર્ડ વીલીંગ્ડનના હસ્તે આપેલ.
લોકતંત્ર માટેનાસમર્થનમાં શ્રી લાખાજીરાજ બ્રિટીશ સરકારની સતાના રોષને નજર અંદાજ કરી હિંમતથી રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના માટે અંદાજે ૬૮૦૦ ચો.મી.જમીન આપેલ તદ ઉપરાંત ૧૯ર૧ માં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા કાઠીયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટ ખાતે ભરવા દેવાની વટથી પરમીશન આપેલ અને પોતાના પ્રજામતવાદી રાજવી પુરવાર કરેલ.
શ્રી લાખાજીરાજ બાપુના બાવીસ વર્ષના શાસનમાં વિવિધ ક્ષેત્રે થયેલ પ્રગતિ અવિસ્મરણીય હતી તેઓએ તેમની રૈયતના દીલમા અજોડ સ્થાન પામેલ બાહોશ અને અતી લોક લાડીલા રાજવી તરીકે આજપણ પ્રજા તેમને યાદ કરે છે.
શ્રી ધર્મેન્દ્રસિંહજી
(ઈ.સ.૧૯૩૦ થી ૧૯૪૦)
૧૯૩૦ મા શ્રી લાખાજીરાજના અવસાન બાદ તેમના પુત્ર શ્રી ધર્મેન્દ્રસિંહજી રાજવી બનેલ. તેઓએ પણ રાજકુમાર તથા ઈંગ્લેન્ડની ‘‘હાઈગેટ'' સ્કુલમાં શિક્ષણ લીધેલ તેમના જાણકારોના મત વૈભવી જીવનને કારણે રાજયની તિજોરી ઉપર ખર્ચ વધેલ જેથી તેઓએ અનેક વસ્તુઓનો ઈજારો આપેલ જેથી પ્રજામાં રોષ ભભુકી ઉઠેલ અને લોકમત મુજબ તેઓ તેમના દિવાન શ્રી વીરાવાળાની અસરમા હતા તેઓનું નોંધપાત્ર કાર્ય ૧૯૩૬ મા શ્રી ધમેન્દ્રસિંહજી કોલેજની સ્થાપના હતી.
શ્રી પ્રદ્યુમનસિંહજી
(ઈ.સ.૧૯૪૦ થી ૧૯૪૭)
તા. ૧૧-૬-૧૯૪૦ ના રોજ શ્રી ધર્મેન્દ્રસિંહજીનુ અવસાન થતા તેઓ નિઃસંતાન હોવાથી તેમના નાના ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહજી ગાદી વારસ બનેલ. આ સમયે વિશ્વ યુઘ્ધ ચાલુ હતુ અને સમગ્ર દેશમાં ‘‘હિંદ છોડો'' આંદોલને વેગ પકડેલ અને ૧૯૪૭ માં દેશી રજવાડાઓ દેશની મુખ્ય ધારાઓમાં સામેલ થવા મન મનાવી લીધેલ. રાજયનો ત્યાગ કરી આઝાદ ભારતના અખંડ નિમાર્ણ માટે રાજકોટના અંતિમ રાજવી શ્રી પ્રદ્યુમનસિંહજી એ ભારત સંઘ સાથે જોડાવવાના કરારમાં સહી કરેલ અને રાજકોટમાં રાજાશાહી યુગનો અંત આવેલ.


: સંકલન :
તખુભા રાઠોડ
જનજાગૃતિ અભિયાન મંચ
. 98252 16130
(4:42 PM IST)










